- આલુ પરોઠા એ એક ભારતીય પરંપરાગત વાનગી છે. જે ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આલુ પરોઠા સ્વાદમાં ચટપટા, મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે આ વાનગી એ ઝટપટ બની જતો નાસ્તો છે.
- આ વાનગી નાસ્તા, લંચ અથવા ડિનરમાં પીરસી શકાય એવી વાનગી છે. આલુ પરાઠા માખણ અથવા દહીં સાથે પીરસવામાં આવે છે. જેથી તેનો સ્વાદ બમણો કરે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરની તરત ઉર્જા આપે છે.
- આ વાનગીમાં ઘઉંના લોટનો ઉપયોગ થાય છે ઘઉં માં ફાઇબર હોય છે જે પાચન શક્તિ સુધારવામાં ઉપયોગી છે. પરોઠા માં તમે બટાકા ના મસાલામાં વટાણા, ગાજર ઉમેરીને વધુ પૌષ્ટિક નાસ્તો બનાવી શકાય છે.
- આ વાનગીમાં ઉપયોગમાં લેવાતા ધાણાજીરું અને હિંગ જેવા મસાલા હોય છે જે ગેસ માંથી રાહત આપે છે.
- બહારના ફાસ્ટ ફૂડની તુલનામાં આ વાનગી વધુ સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક છે. આલુ પરોઠા ને ડાયાબિટીસના દર્દીએ ખાવામાં ધ્યાન રાખવું બટેકામાં સ્ટાર્સનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારે છે માટે કાળજી રાખવી.
- આ વાનગીને પચવામાં હલકા બનાવવા જીરાના પાવડર ઉમેરીને બનાવી શકાય છે. પરાઠાને અલગ અલગ રીતે બનાવી શકાય છે. જેમકે પનીર પરોઠા ,કોબીજ પરોઠા, લીલવાના પરોઠા, મૂળાના પરોઠા, પાલકના પરોઠા, વગેરે વગેરે. આલુ પરોઠા બનાવવાની રીત શેર કરો છું .

આલુ પરોઠા તૈયાર કરવા માટે:-

- પૂર્વ તૈયારી નો સમય:-15 થી 20 મિનિટ
- પાકવાનો સમય:-20 થી 25 મિનિટ
- કેટલા લોકો માટે:-ત્રણ થી ચાર વ્યક્તિઓ માટે
આલુ પરોઠા માં વપરાતી સામગ્રી:-
(1) 250 ગ્રામ બટાકા (બાફેલા)
(2) બે નંગ મીડિયમ ડુંગળી
(3) 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં
(4) હિંગ અને જીરુ (વઘાર કરવા માટે)
(5) અડધી ચમચી ગરમ મસાલો
(6) એક ચમચી લીંબુનો રસ
(7) એક ચમચી દળેલી ખાંડ
(8) ઘઉંનો લોટ ( પરાઠા બનાવવા માટે)
(9) મીઠું સ્વાદ અનુસાર
(10) તેલ

આલુ પરાઠા બનાવવાની રીત:-
1) સૌપ્રથમ પ્રેશર કુકરમાં બટાકા બાફવા મૂકી દો અને બટાકા બફાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લો..
(2) ઘઉંના લોટમાં મીઠું એક ચમચી તેલનું મોણ નાખી રોટલી કરતાં સહેજ કઠણ લોટ બાંધી દો .આદુ મરચાં ક્રશ કરી લો અને ડુંગળીની ઝીણી સમારી લો.
(3) ત્યારબાદ એક વાસણમાં એક ટીસ્પૂન તેલ લો વઘાર આવે એટલે તેમાં હિંગ, જીરું ,આદુ-મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળો ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં બાફેલા બટાકા ઉમેરવા અને તેમાં જરૂર મુજબ મીઠું ,લાલ મરચું ,ગરમ મસાલો ,લીંબુનો રસ , ખાંડ અને કોથમીર ઉમેરી ચટપટો મસાલો તૈયાર કરો. સ્વાદિષ્ટ પકવાન બનાવવા પરોઠાનો ટેસ્ટી મસાલો તૈયાર છે.
(4) આ મસાલાને સમાન ભાગમાં વેચી ગોળા આકાર બનાવો. બાંધેલા લોટને સમાન ભાગમાં લઈને તેના લૂઆ બનાવો .
(5) નાની રોટલી વણી તેમાં મસાલો ભરી વાળીને ફરીથી વણવું. પરોઠા વણવા માટે અટામણ નો ઉપયોગ કરો. ધાબા ઉપર તેલ મૂકીને પરોઠાને શેકવા.
.