ઇન્દોરી પૌવા એ ઈન્દોર અને મધ્યપ્રદેશનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ઇન્દોરી પૌવા પાચન માટે સરળ નાસ્તો છે. વહેલી સવારના નાસ્તા માટે ઉત્તમ ખોરાક ગણી શકાય. પૌવા ઓછી કેલેરી વાળો નાસ્તો હોય છે. ઇન્દોરી પૌવામાં આયર્ન વધારે હોય છે જે લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. પૌવામાં વિટામીન b1 b2 જેવા વિટામીન હોય છે. જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. ઇન્દોરી પૌવા સામાન્ય પૌવા થી સ્વાદમાં અલગ હોય છે. ઇન્દોરી પૌવામાં તેનો સ્પેશિયલ જીરા વન મસાલો ઉમેરવામાં આવે છે. તેથી તે સ્વાદમાં ખૂબ ટેસ્ટી લાગે છે. ઇન્દોરી પૌવામાં ઉમેરાતી હળદર અને હિંગ જેવા તત્વોમાં પ્રાકૃતિક એન્ટિસેપ્ટિક ગુણ હોય દેછે જે શરદી અને ખાંસી ના લક્ષણોમાં રાહત આપે છે. પૌવા ઝડપથી ઉર્જા આપે છે પરંતુ પેટ પર ભાર પડતો નથી તેથી જીમ જતા પહેલા અથવા સવારે સ્નાયુઓની ઊર્જા આપતા નાસ્તા તરીકે યોગ્ય છે. પૌવામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી સ્ત્રીઓ માટે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે. માટે પૌવા સગર્ભા સ્ત્રી એ આવશ્ય ખાવા જોઈએ. પૌવામાં રહેલા લીંબુ, જીરૂ અને કોથમીર જેવા ઘટકો મેટાબોલિઝમ વધારવામાં સહાયક છે. ઇન્દોરી પૌવા એ પૂરેપૂરી શાકાહારી વાનગી છે. સવારે ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને ઉર્જા ટકી રહે છે પૌવામાં ફેટ ઓછો હોય છે જેથી ડાયટ પર રહેલા લોકો માટે પણ ઓછા કેલરી અને સંતુલિત નાસ્તો છે. પૌવાની રીત નીચે મુજબ છે

ઇન્દોરી પૌવા

ઇન્દોરી પૌવા બનાવવા માટે પૂર્વ તૈયારી નો સમય:-

(1) પૂર્વ તૈયારી નો સમય:-પાંચ મિનિટ
(2) પાકવાનો સમય:-
(3) કેટલા લોકો માટે:-ત્રણ થી ચાર વ્યક્તિ માટે

ઇન્દોરી પૌવા બનાવવા માટે વપરાતી સામગ્રી

1) પૌવા બે કપ
(2) 2 ટેબલ સ્પૂન તેલ
(3) એક ટીસ્પૂન રાઈ
(4) 1 ટીસ્પૂન જીરુ
(5) એક ટી સ્પુન વરીયાળી
(6) 1 ટીસ્પૂન આખા ધાણા મસળીને લેવા
(7) ચપટી હિંગ
(8) મીઠો લીમડો
(9) ખાંડ
(10) લીંબુ નો રસ
(11) કોથમીર ,સીંગદાણા, તીખો ચેવડો ,મસાલા બુંદી ,પૌવા સજાવવા માટે
(12) જીરા વન મસાલો (જીરા વન મસાલો બનાવવાની રીત નીચે મુજબ છે)

જીરા વન મસાલો બનાવવાની રીત:-

(1) એક ટેબલસ્પૂન વરીયાળી
(2) એક ટેબલસ્પૂન આખા ધાણા
(3) એક ટેબલસ્પૂન જીરુ
(4) એક જાવંત્રી ફૂલ
(5) 10 નંગ કાળા મરી
(6)8 નંગ લવિંગ
(7) એક નંગ મોટી કાળી ઈલાયચી
(8) 4 નંગ તમાલપત્ર
(9) એક નંગ મોટું તજ (ટુકડા કરીને લેવું)
(10) 6 નંગ સૂકા લાલ મરચા
(11) ચોથા ભાગનું જાયફળ
(12) અડધી ચમચી હળદર , અડધી ચમચી હિંગ
(13) એક ચમચી સંચળ પાવડર
(14) એક ચમચી મીઠું
(15) એક ટેબલસ્પૂન આમચૂર પાવડર
((16) અડધી ચમચી સૂંઠ પાવડર

જીરા વન મસાલો બનાવવાની રીત

જીરા વન મસાલો બનાવવા માટે આપેલી સામગ્રી નંબર 1 થી 11 ગરમ મસાલા ધીમા તાપે શેકી લો પછી ગેસ બંધ કરીને બીજી સામગ્રી નંબર 12 થી 16 અંદર એડ કરી દો. આ બધું એક મિક્સરમાં ક્રશ કરી દો. જીરા વન મસાલો તૈયાર થઈ જશે. આ જીરા વન મસાલો તમે કોઈપણ ફરસાણમાં ઉપયોગમાં લઈ શકો છો. જીરા વન મસાલો એક વખત બનાવ્યા પછી તેની ફ્રીજમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો એર ટાઈટ ડબ્બામાં ભરીને.

ઇન્દોરી પૌવા બનાવવાની રીત:-

ઇન્દોરી પૌવા બનાવવા માટે સૌપ્રથમ બે કપ પૌવા ધોઈ લેવા. ચારણી માંથી પૌવા કાઢીને સાતથી આઠ મિનિટ પૌવા પૂરા થાય ત્યાં સુધી રહેવા દો. પૌવામાં પછી ખાંડ મીઠું હળદર બધું નાખી ઉછાળીને મિક્સ કરવું. પૌવાની સ્ટીમ કરવા માટે એક બાજુ પાણી મૂકી દેવું અને બીજી બાજુ વઘાર. પૌવા વઘારવા માટે એક વાસણમાં તેલ લઈ તેમાં સીંગદાણા સાંતળીને કાઢી દેવા પછી તેમાં ચમચી રાઈ, વરીયાળી જીરુ, ધાણા ,લીલા મરચા, મીઠા લીમડાના પાન અને હળદર નાખી વઘાર તૈયાર કરો. હળદર મીઠું અને ખાંડ વાળા પૌવા ઉપર મોટી એક બે ચમચી જીરા વન મસાલો નાખી વઘાર નાખી દો. પછી ઉપર વગર નાખી દો અને પૌવાની મિક્સ કરી દો. પછી મિક્સ કરેલા પૌવાને જાળીવાળા વાસણમાં મૂકીને પૌવાને સ્ટીમ કરી લો. મીડીયમ ગેસ પર 8 મિનિટ થવા દો. ઇન્દોરી પૌવા તૈયાર છે. ઉપરથી લીંબુ ,ડુંગળી ,તળેલા સીંગદાણા ,જીરા વન મસાલો ,કોથમીર ,તીખો ચેવડો , મસાલા બુંદી નાખીને પૌવા ને સર્વ કરો. ટેસ્ટી પૌવા તૈયાર છે.

Scroll to Top