ગોળ અને ચૂરમાના લાડુ માં વપરાતા ગોળ અને ઘી બંને ઉર્જાદાયક છે અને થાક દૂર કરે છે. ગોળ ચુરમાના લાડુ પ્રસુતિ પછી માતાને તાકાત આપે છે અને શરીર પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. ગોળ ચુરમાના લાડુ ઠંડીના દિવસોમાં રક્ષણ આપે છે અને શરદી ઉધરસ થી બચાવે છે. ગોળ અને ચૂરમાના લાડુમાં વપરાતા ઘી અને સુકા મેવાથી હાડકા મજબૂત બને છે. ઈલાયચી ગોળ અને ઘી મળીને પાચનતંત્ર મજબૂત બનાવે છે. ગોળમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન નું લેવલ સુધારે છે અને અનિમિયા માં ફાયદાકારક છે. ગોળ ચૂરમાના લાડુ ખાવાથી શરીરમાં સ્નાયુઓને શાંત કરે છે અને માસિક ધર્મમાં દુખાવામાં રાહત આપે છે. ગોળ ,ચુરમુ, ઘી ,સુકોમેવો સાથેનું સંયોજન હાડકાની શક્તિ આપે છે. ગોળ અને ચુરમાના લાડુ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ગોળ ચુરમાના લાડુ ખાવાથી ચામડી અને વાળ માટે ફાયદાકારક છે. દરરોજ એક લાડુ ખાવો યોગ્ય છે. લાડુમાં વધુ માત્રામાં ઘી અને કેલરી હોય છે શરીરમાં મોટાપો આવે છે. ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિએ ખાવાનું ટાળવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહથી ખાવું જોઈએ. ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત હું તમારી સાથે શેર કરું છું.

સ્વીટ રેસિપિ

ગોળ અને ચૂરમાના લાડુ તૈયાર કરવા માટે:-

ગોળ ચુરમાના લાડુ
  •  પૂર્વ તૈયારી નો સમય:-15 થી 20 મિનિટ
  • લાડુ બનાવવાનો સમય: 30 થી 35 મિનિટ
  •  કેટલી વ્યક્તિ માટે:-4 થી 5 વ્યક્તિ માટે

ગોળ ચુરમાના લાડુમાં વપરાતી સામગ્રી:-

  • (1)2 કપ ઘઉંનો કરકરો લોટ (ભાખરી નો લોટ)
    (2) 2 ટેબલસ્પૂન ચણાનો લોટ (ઝીણો કે મોટો જે હાજર હોય તે
    (3)1 ટેબલ સ્પૂન સોજી (ઝીણો સોજી લેવો)
    (4)1 કપ ઘી
    (5) 1 કપ ગોળ
    (6) તેલ. (લોટ ને મોણ આપવા માટે અને મુઠીયા તળવા માટે)
    (7) બે થી ત્રણ નંગ ઈલાયચી પાવડર
    (8) કાજુ બદામની કતરણ (જે ડ્રાયફ્રૂટ્સ ભાવે તે નાખી શકો)
    (9) જાયફળ (ચોથા ભાગનું છીણીને કે ક્રશ કરીને નાખવું)
    (10) ખસખસ (લાડુ ઉપર ચોંટાડવા માટે)
ગોળ ચુરમાના લાડુ

ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત:-

સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ ,સોજી બધું મિક્સ કરી લો. પછી તે લોટમાં તેલનું મુઠ્ઠી પડતું મોણ આપવું. મોણ અપાઈ ગયા પછી ગરમ પાણીથી થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લો. પછી લોટમાંથી નાના નાના મુઠીયા બનાવી મીડીયમ ગેસ પર તેલમાં તળી લો. ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે મુઠીયા કાઢી લો અને તેના ટુકડા કરી લો. ટુકડા અધકચરા ઠંડા થાય એટલે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લો. પછી ઘઉં ચાળવાની ચારણીની મદદથી બધું મિશ્રણ બરાબર ચાળી લો. તૈયાર થયેલા મિશ્રણમાં કાજુ બદામની કતરણ ઈલાયચી પાવડર અને જાયફળ મિક્સ કરી લો.
એક વાસણ ગેસ પર મૂકો તેમાં એક બાઉલ ઘી ગરમ કરો . ઘી ઓગળી જાય એટલે તેમાં એક બાઉલ સમારેલો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગોળ ઓગળી જાય એટલું જ મિક્સ કરવાનું છે આની કોઈ ચાસણી બનાવવાની નથી. પછી આ મિશ્રણ લોટમાં નાખી બરાબર મિક્સ કરી દો અને તેના લાડુ વાળો. ઉપર ખસખસ લગાવી લાડુ તૈયાર કરો. ગોળ ચુરમાના લાડુ તૈયાર છે…

Scroll to Top