ઘઉંની ફાડા લાપસી ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન ,કચ્છમાં પ્રસિદ્ધ વાનગી છે. ઘઉંની ફાડા લાપસી એ એક પૌષ્ટિક આહાર છે. ઘઉંના ફાડા ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. માટે તે બાળકોથી લઈને વડીલો બધા લોકો ખાઈ શકે છે. ફાડા લાપસી ની અંદર મીઠાશ માટે ગોળ કે ખાંડ વાપરવામાં આવે છે. ફાડા લાપસી ખાવાથી પાચન શક્તિ માં વધારો કરે છે. ફાડાલપસી ખાવાથી ઉર્જા અને તાકાત મળે છે અને શરદીમાં આરામદાયક ભોજન પણ ગણવામાં આવે છે. ફાડા લાપસી શુભપ્રસંગે ફરજિયાત બનાવવામાં આવે છે. તો આજે હું તમારી સાથે ફાડા લાપસી ની રેસીપી શેર કરો છું….

ઘઉંની ફાડા લાપસી

ફાડા લાપસી બનાવવા માટે:-

ઘઉંની ફાડા લાપસી
  • પૂર્વ તૈયારી નો સમય:-10 મિનિટ
  • પાકવાનો સમય :-20 મિનિટ
  • કેટલા લોકો માટે:- 5 થી 6વ્યક્તિ માટે

ફાડા લાપસી માટે વપરાતી સામગ્રી:-

1. 200 ગ્રામ ઘઉંના ફાડા
2. 150 ગ્રામ ઘી
3. 250 થી 300 ગ્રામ ખાંડ
4. ઈલાયચી પાવડર
5. બદામ ચારોલી ખસખસ પ્રમાણસ

સ્વીટ રેસિપિ

ફાડા લાપસી બનાવવાની રીત:-

1. એક જાડા તળિયા વાળા વાસણમાં ફાડાને ઘી મૂકીને શેકવા. સહેજ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકવા.
2. ઘઉંના ફાડાને કોઈ એક કપના માપમાં લઈ લેવા જે કપનું માપ હોય તે જ કપ થી 3.5 કપ ગરમ પાણી ઉમેરવું.
3. ઘઉંના ફાડાની ધીમા તાપે ચડવા દેવા. દાણો ચડી જાય પછી તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરવો.
4. ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું પછી તેમાં ઈલાયચી પાવડર નાખવો.
5. જ્યારે લાપસીને સર્વ કરીએ ત્યારે બદામની કતરણ ,ચારોળી ,ખસખસ નાખવા.
ટેસ્ટી ટેસ્ટી ફાડા લાપસી તૈયાર છે..

Scroll to Top