
- સ્વાદિસ્ટઢોસો એ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દક્ષિણ ભારતીય વાનગી છે. જે હવે સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત વાનગી બની ગઈ છે. જે મુખ્યત્વે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવવામાં આવે છે.
- ઢોસાનો ટેસ્ટ એટલો વિવિધ છે કે તે દરેક વયના લોકો માટે આકર્ષક બને છે. આ વાનગી માત્ર સ્વાદ સુધી સીમિત નથી તેમાં આરોગ્યની તાકાત છુપાયેલી છે. ગરમા ગરમ આ વાનગી જ્યારે મસાલેદાર બટાકાના માવા સાથે પીરસાય છે , સાથે છટાકેદાર નારિયેળની ચટણી અને સાથે ચટપટા સંભાર નો સંગાથ મળે ત્યારે એ સ્વાદ આત્મા સુધી પહોંચે એમ લાગે…..
- આ વાનગી માત્ર એક નાસ્તો નથી-એ એક અનુભવ છે, એક પરંપરા છે અને સ્વાસ્થ્યમય જીવન શૈલી તરફ એક પગલું છે.
આ વાનગી માં પ્રોબાયોટિક તત્વો ભરપૂર હોય છે, જે પાચશક્તિ સુધારે છે. ચોખા અને અડદની દાળ થી બનેલી આ વાનગી માં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરની ઊર્જા આપે છે. - આ વાનગી સામાન્ય રીતે ઓઇલ ફ્રી કે ઓછા તેલમાં શેકી શકાય છે. તેથી તે હૃદય માટે હેલ્ધી છે અને વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. બ્રાઉન રાઈસ અથવા ઓટ્સના સ્વાદિસ્ટઢોસો ડાયાબિટીસમાં સહાયક છે .
- આ વાનગી શાકાહાર લોકો માટે સંપૂર્ણ ભોજન છે.સ્વાદિસ્ટઢોસો ની ઘણી વિશેષતાઓ પણ છે જેમ કે તે બહારથી કરકરો અને અંદરથી થોડો નરમ-એ સ્વાદિસ્ટઢોસો ની ઓળખ છે. ચોખા અને દાળનું ખીરું પતલુ હોય છે ,જેથી સ્વાદિસ્ટઢોસોપતલો અને સમતલ બને છે.
- આ વાનગી નાસ્તા, લંચ કે લાઈટ ડિનર કોઈપણ સમયે લેવાય એવી હલકી અને પૌષ્ટિક વાનગી છે. આ વાનગી ચોખા અને દાળ થી બને છે એટલે ગ્લુટન ફ્રી ડાયટ ફોલો કરનારાઓ માટે યોગ્ય છે.
સ્વાદિસ્ટઢોસા ના લોકપ્રિય વિવિધ પ્રકારો છે… - (1) પ્લેનઢોસો:-સાદો અને કરકરો સ્વાદિસ્ટઢોસો- ઓછામાં વધુ સ્વાદ :તે દરેક ઘરમાં બનતો હોય છે અને સૌથી સાદો પણ લોકપ્રિય પ્રકાર છે.
- (2) મસાલાઢોસા:-આ સ્વાદિસ્ટઢોસો અંદર બટાકા નું ચટાકેદાર મસાલાનું લેયર કરવામાં આવે છે તે ચટણી અને સંભાર સાથે ખવાય છે તેના ચટપટા સ્વાદ દુનિયાભરમાં લોકપ્રિયતા પામેલી છે.
- (3) પનીર ઢોસો:-પનીરના મસાલેદાર ટુકડા સ્વાદિસ્ટઢોસોની અંદર ભરીને બનાવવામાં આવતા આ વાનગી વધુ પોસ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.
- (4) ચીઝઢોસો:-યુવાનો અને બાળકો માટે ચીજઢોસો એક ફેવરિટ વિકલ્પ છે જ્યારે ગરમ સ્વાદિસ્ટઢોસો મેલ્ટેડ ચીઝ વહી જાય છે ત્યારે તેનું ક્રિમી ટેક્સચર અને ચટપટો સ્વાદ એકદમ લાજવાબ લાગે છે.
- (5) રવા સ્વાદિસ્ટઢોસો:-રવો ,મેંદો અને દહીંથી બનતો આ સ્વાદિસ્ટઢોસોપાતળો અને ખૂબ જ કરકરો હોય છે અને તરત જ બનાવી શકાય છે એટલે તે ઝટપટ ભૂખ માટે શ્રેષ્ઠ છે.
- (6) મૈસુર ઢોસા:-આ સ્વાદિસ્ટઢોસા ની અંદર ખાસ લાલ મસાલાની પેસ્ટ લાગેલી હોય છે જે તેને મસાલેદાર અને અલગ સુગંધદાર બનાવે છે.
- (7) પાવભાજી સ્વાદિસ્ટઢોસા/ મંચુરિયન ઢોસો /મેગી સ્વાદિસ્ટઢોસા:-આ નવો યુગ છે સ્ટ્રીટ ફૂડ નો…. આજના યુવાનો વચ્ચે ફ્યુઝન ઢોસો ખૂબ જ લોકપ્રિય છે જેમાં ઢોસા ભારતીય કે ચાઈનીઝ ફ્લેવર સાથે ભરીને બનાવાય છે.
“સ્વાદિષ્ટ પકવાન”મા સ્વાદિસ્ટઢોસોને રીત શેર કરેલી છે તો આજે જ બનાવો મસાલા ઢોસા અને તમારા પરિવાર સાથે ખાવો અને આનંદ કરો….
સ્વાદિસ્ટઢોસા બનાવવા માટે:-
પૂર્વ તૈયારી નો સમય:-15 થી 20 મિનિટ
પાકવાનો સમય. :-35 થી 40 મિનિટ
કેટલા લોકો માટે. :-4 થી 5 વ્યક્તિ માટે

સ્વાદિસ્ટઢોસા બનાવવા માટે વપરાતી સામગ્રી:-

(1) 3. કપ ચોખા
(2) 1 કપ અડદની દાળ
(3) 100 ગ્રામ વટાણા
(4) 1 કિલો બટાકા
(5) 300 ગ્રામ ડુંગળી
( 6 ) તેલ પ્રમાણસર
(7) 1 ટી સ્પૂન રાઈ
(8) 10થી 12 લીલાં મરચાં
(9) મીઠો લીમડો
(10) 1 ટી સ્પૂન હળદર
(11) 2 નંગ લીંબુ
(12) 2 ટી સ્પૂન ખાંડ
(13) 1 ટી સ્પૂન ગરમ મસાલો
(૧૪) કોથમીર
(15) ૧/૨ ટી સ્પૂન જીરું
(16) મીઠું પ્રમાણસર
સ્વાદિસ્ટઢોસા બનાવવાની રીત:-
(1) રાત્રે ચોખા અને દાળને ધોઈ, ભેગાં જ પલાળવાં. બીજે દિવસે સવારે ઝીણા વાટવા. તેમાં સહેજ મીઠું નાખવું. (ગરમી હોય તો ન નાખવું.) ઢોંસા રાત્રે બનાવવા.
(2) સવારે વટાણાને પલાળીને બાફવા. બટાકા બાફી, છાલ કાઢી, ઊભા સમારવા. ડુંગળી ઊભી સમારવી.
(3) ગૅસ પર એક વાસણમાં વધારે તેલ મૂકી, તેમાં રાઈ નાખી, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, મીઠો લીમડો, હળદર અને ડુંગળી નાખવાં. સાંતળાઈ જાય એટલે બટાકા અને વટાણા નાખવા.
(4) ડુંગળી સાંતળતી વખતે ડુંગળી જેટલું જ મીઠું નાખવું. બીજું મીઠુ પછી નાખવું. લીંબુ, ખાંડ અને ગરમ મસાલો નાખવાં. કોથમીર નાખવી.
(5) મોટી તવી કે નૉન-સ્ટિક ગૅસ પર મૂકી, થોડુંક તેલ લગાડવું. ખીરામાં મીઠું, જીરું અને પાણી નાખી સરખું ખીરું કરવું.
(6) વાડકીમાં ખીરું લેવું અને તવી ઉપર વચ્ચે મૂકી, એ જ વાડકીથી અંદરથી બહારની બાજુએ ગોળ ગોળ ફેરવી, પાતળો ઢોંસો પાથરવો.
(7) ઢોંસાની ચારે બાજુ તેલ નાખવું. તાવેતા થી ઢોંસો ઉખાડી, વચ્ચે મસાલો મૂકી, ઢોંસાને ત્રિકોણ આકાર આપી, પીરસવો.
(8) એક વાડકીમાં પાણી લેવું. તેમાં અડધી ચમચી તેલ નાખી, તેમાં નાનું કપડું બોળી તવી ઉપર ફેરવવું. પછી બીજો ઢોંસો ઉતારવો.

નોંધ
: ( 1 ) ચોખા અને દાળ સવારે વહેલા પલાળી, બપોરે વાટી, સાંજે ઢોંસા બનાવી શકાય.
(2) ચોખા અને દાળ પલાળતી વખતે તેમાં 8થી 10 દાણા મેથીના નાખવા.
(3)4 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળનું અથવા 3 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળનું માપ પણ લઈ શકાય
વેરિએશન
ઢોંસારોલ : મસાલાના રોલ કરી, ઢોંસાના ખીરામાં બોળીને તળવા.
***મસાલા ઢોસા સંભાર અને ટોપરાની ચટણી સાથે સર્વ કરી શકાય છે
“સ્વાદિષ્ટ પકવાન” માં તૈયાર છે મસાલા ઢોસા. હેલ્ધી અને પૌષ્ટિક મસાલા ઢોસા બનાવો અને પરિવાર સાથે ખાઓ અને તમારો અનુભવ શેર કરો….