દાલ મખની – એક સમૃદ્ધ પંજાબી વાનગી છે ,જે સ્વાદ સાથે આરોગ્ય માટે પણ લાભદાયી છે. આ વાનગી માત્ર એક દાળ નહીં પણ પંજાબી રસોઈની શાન છે. ધીમે તાપે કલાકો સુધી રાંધેલી કાળી અડદની દાળ અને રાજમાનો સુમેળ તેમાં ઉમેરાતું તાજુ ક્રીમ, માખણ અને ખાસ પંજાબી મસાલાઓ એને ખૂબ જ સુગંધિત અને મોઢામાં પાણી લાવી દેનાર વાનગી બનાવી દે છે. તેની ગાઢ રચના અને મજેદાર સ્વાદ થકી તે દરેક રસોઈ પ્રેમી માટે મનપસંદ વાનગી બની ગઈ છે. ખાસ તહેવાર કે પાર્ટીના મેનુમાં દાલ બાટી હોવી એ શોખીન સ્વાદની ભવ્ય રજૂઆત છે. માત્ર સ્વાદમાં જ નહીં આ દાળ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
આ વાનગીની ખાસ વિશેષતા ઓ છે. દાલ મખની પંજાબની ઓળખ છે. માખણ અને મસાલાની ભોજન શૈલી નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ દાળ ધીમે ગેસ પર લાંબા સમય સુધી રાંધવાથી તેનું સ્વાદ અને ઘણું વધે છે અને ઘટ સ્વાદિષ્ટ વાનગી બને છે. આમાં મુખ્યત્વે કાળી અડદની દાળ અને થોડો રાજમા ઉમેરવામાં આવે છે જે આ વાનગીને ખાસ બનાવે છે. માખણ અને ફ્રેશ ક્રીમ તેને વધુ શાહી અને ગાઢ બનાવે છે. ખાસ કરીને તહેવાર ,પાર્ટી કે રેસ્ટોરન્ટના મેનુમાં દાળમખની બહુજ લોકપ્રિય હોય છે.
આ વાનગીના ઘણા બધા આરોગ્ય લક્ષી લાભ છે. આ વાનગી પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે. કાળી અડદની દાળ અને રાજમાં બંનેમાં પ્રોટીન વધુ હોય છે જે શરીર નિર્માણ માં સહાયક બને છે. આ વાનગી ફાઈબર થી ભરપૂર હોય છે, જેથી પેટ સાફ સારી રીતે થાય છે. અને બ્લડ સુગર નિયંત્રણમાં પણ મદદ કરે છે. કાળી દાળમાં આયન ,મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરની ઊર્જાવાન રાખે છે. શાકાહારી ડાયટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દૂધથી બનેલી ક્રીમ સિવાય પણ ઘણા વિકલ્પથી બનાવી શકાય છે. દાળમાં રહેલા પોષક તત્વો હાડકા અને મગજના આરોગ્ય માટે ગુણકારી હોય છે.
દાલ મકને એ એવી વાનગી છે કે જેનો સ્વાદ એકવાર કરો અને જીવન પર યાદ રહે -એ એક એવી ભોજન યાત્રા છે જ્યાં પોષણ , સ્વાદ અને પરંપરા નો પરિચય મળે છે.”સ્વાદિષ્ટ પકવાન”માટે એથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે….. આ વાનગી ની રેસીપી નીચે મુજબ શેર કરો છો.

***દાલ મખની બનાવવા માટે:-

પૂર્વ તૈયારી નો સમય:-10 થી 15 મિનિટ
પાકવાનો સમય. :-40 મિનિટ
કેટલા લોકો માટે. :-4 થી 5 વ્યક્તિ
***દાલ મખની બનાવવા માટે વપરાતી સામગ્રી:-
(1) 1 – કપ અડદની દાળ (કાળી ફોતરા વાળી)
(2)2 – ટેબલ સ્પુન રાજમાં
(3) 4 – ટેબલ સ્પુન માખણ
(4) 1 – ટેબલ સ્પૂન તેલ
(5) 1 – ટેબલ સ્પૂન ક્રીમ ગાર્નીસિંગ માટે
(6) 1 – ટી સ્પૂન કસૂરી મેથી
(7) 2 – ટેબલ સ્પુન આદુ અને લસણ ની પેસ્ટ
(8) 2 – ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
(9) 3 – નંગ ટામેટા ની પ્યુરી
(10) 1- ટેબલ સ્પૂન લાલ મરચું
(11) મીઠું સ્વાદ પ્રમાણે
(12) પાણી જરૂર મુજબ
(13) વઘાર કરવા માટે:-તમાલ પત્ર એક, તજનો ટુકડો એક, બે લવિંગ,બે ઈલાયચી અને જીરુ

***દાલ મખની બનાવવાની રીત:-

(1) અડદ ની દાળ અને રાજમા ને સારી રીતે ધોઈ ને ચાર થી પાંચ કલાક પલાળી લો પછી તેને કુકરમાં બાફી લો.
(2) એક વાસણમાં ત્રણ ટેબલ સ્પૂન બટર અને એક ટીસ્પૂન તેલ લો ગરમ થાય એટલે તેમાં એક તમાલપત્ર, એક મોટો તજનો ટુકડો ,બે ઈલાયચી અને જીરું નાખી વઘાર તૈયાર કરો. ત્યારબાદ તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખો. સંતળાઈ જાય પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો.
(3) ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો. ટામેટા ની પ્યુરી સંતળાઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં મરચું, હળદર ,ધાણાજીરું અને મીઠું ઉમેરો. ત્યારબાદ બાફેલી દાળ અને રાજમાં ઉમેરી દો. પાણી સાથે ઉમેરવા.( જરૂર પડે તો બીજું પાણી પણ ગરમ કરીને ઉમેરવું). ત્યારબાદ ધીમા ગેસ પર 15 મિનિટ ઉકાળો
(4) દાળમાં ગરમ મસાલો ઉમેરો . ત્યારબાદ ક્રીમ ,કસૂરી મેથી ,બટર અને કોથમીર વડે ગાર્નિશ કરો અને સર્વ કરો.