પનીર ટીકા એ એક લોકપ્રિય ભારતીય શાકાહારી વાનગી છે જે પંજાબી વાનગી તરીકે ફેમસ છે. પનીર ટીકા એ રસદાર અને મસાલેદાર વાનગી છે. પનીરને ખાસ કરીને દહીં અને મસાલા સાથે મિક્સ કરી પનીર ક્યુબ ને શેકવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીરને પંજાબીઓ કોલસાની તંદુરમાં બનાવે છે જેથી તેનો સ્મોકી સ્વાદ મળે છે. તેની ઓવનમાં પણ શેકી શકાય છે. પનીર એ શાકાહારી લોકો માટે યોગ્ય વિકલ્પ છે વિટામીન નો……. પનીર ટીકકા મસાલા માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં લોકપ્રિય બનતી વાનગી છે. ખાસ કરીને બ્રિટન, કેનેડા ,અમેરિકા જેવા દેશોમાં જ્યાં શાકાહારી લોકો છે તે પનીર નો ઉપયોગ કરી સબ્જી બનાવે છે. પનીર ટીકા મસાલા માં પનીર ઉપરાંત સીમલા મરચા, ડુંગળી ,ટામેટા જેવા શાકભાજી પણ ઉમેરવામાં આવે છે જેને કારણે ન્યુટ્રેશન વેલ્યુ વધે છે. પનીર ટીકા ઝડપી અને આસાની થી બની જતી વાનગી છે. રંગીન શાકભાજી અને પનીર ના ક્યુબ ને શેકીને બનાવીને પીરસવા થી આ ડીશ દેખાવ માં પણ આકર્ષક લાગે છે.
પનીરના શરીર માટે પણ ઘણા ફાયદા છે. પનીર પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે હાડકા અને દાંત માટે જરૂરી કેલ્શિયમ આપે છે. જે બાળકો અને વૃદ્ધો માટે ઉપયોગી છે. મેરીનેશન માટે (પનીરની કોટ કરવા) વપરાતું દહીં પ્રોબાયોટિક્સ આપે છે જે પાચનતંત્ર માટે લાભદાયક છે. પનીર ટીકા મસાલા માં વપરાતા દહીં, આદુ ,લસણ ,હળદર જેવા મસાલા એન્ટિબેક્ટેરિયલ અને એનટી ઓક્સીડન્ટ ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પનીરમાં રહેલું પ્રોટીન અને વિટામિન બી12 મસલ્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. પનીર માં વિટામીન ડી ની પણ થોડી માત્રા હોય છે જે હાડકા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જે લોકો તડકા માં ઓછા જાય છે તેવા લોકો માટે પનીર ખૂબ જ ફાયદાકારક છે. પનીરના ગુણધર્મો મગજને શુષ્કતાથી બચાવે છે અને ચિત્ત ને એકાગ્ર રાખવા માં મદદ કરે છે. પનીરની વાનગી તમે અલગ અલગ રીતે બનાવી શકો છો જો ક્યારેક સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી ખાવી હોય તો પનીર ટીકા મસાલા જરૂર થી ટ્રાય કરજો.”સ્વાદિષ્ટ પકવાન માં” પનીર ટીકા મસાલા ની રેસીપી શેર કરું છું…..

પનીર ટીકકા મસાલા

પનીર ટીક્કા મસાલા બનાવવા માટે:-

પનીર ટીકા મસાલા
  • પૂર્વ તૈયારી નો સમય:-10 થી 15 મિનિટ
  • પાકવાનો સમય:-35 થી 40 મિનિટ
  • કેટલા લોકો માટે:-ચાર વ્યક્તિ માટે

પનીર ટીકા મસાલા બનાવવા વપરાતી સામગ્રી:-

(1) અડધો કપ દહીં (પાણી નીતરેલું)
(2)200 ગ્રામ પનીર
(3) બે નંગ મીડિયમ ડુંગળી
(4) બે નંગ મીડિયમ ટામેટા
(5) એક ઇંચ આદુનો ટુકડો અને 12 થી 15 લસણની કળી
(6) બે ટેબલસ્પૂન ચણાનો લોટ
(7) લાલ મરચું 1 ટીસ્પૂન ( તીખાશ પ્રમાણે)
(8) ધાણાજીરું પાવડર બે ટીસ્પૂન
(9) હળદર
(10) હિંગ
(11) ગરમ મસાલો
(12) ચાટ મસાલો
(13) મીઠું
(14) કસૂરી મેથી
(15) ચપટી અજમો
(16) એક નંગ તમાલપત્ર
(17) 7 થી 8 નંગ મરી
(18) બે થી ત્રણ લવિંગ
(19) એક મોટી કાળી એલચી
(20) બે લીલી એલચી
(20) એક મોટો તજનો ટુકડો
(21) 20 થી 25 કાજુ
(21) એક નંગ નાનુ કેપ્સીકમ અને એક નંગ નાની ડુંગળી
(સાંતળીને શાકમાં નાખવા માટે)

પનીર ટીકકા મસાલા

પનીર ટીકા મસાલા બનાવાની રીત:-

પનીરના મેરીનેશન માટે:-

1) સૌપ્રથમ એક બાઉલમાં બે ટેબલસ્પૂન ચણાનો લોટ લો .પછી તેમાં બે ટીસ્પૂન લાલ મરચું પાવડર, બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર ,એક ચમચી હળદર ,ચપટી હિંગ, 1 ટીસ્પૂન ગરમ મસાલો ,1 ટીસ્પૂન ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે ,1 ટેબલસ્પૂન કસૂરી મેથી, એક ચપટી અજમો, બે ટી સ્પૂન તેલ અને પાણી નિતારેલું દહીં (અડધા કપ જેટલું) આ બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દો . પનીરનું મેરીટેશન તૈયાર છે..
(2) ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને મિશ્રણ સારી રીતે કોર્ટ થઈ જાય એ રીતે મિક્સ કરો.
(3) તૈયાર કરેલા મિશ્રણને 30 મિનિટ જેટલું ફ્રિજમાં મૂકી દો. (આ મિશ્રણને તમે વધારે ટાઈમ પણ ફ્રિજમાં રાખી શકો છો. સવારે સાફ કરવું હોય તો રાત્રે તૈયાર કરી શકાય)
(4)30 મિનિટ જેવું થઈ જાય પછી એક નોનસ્ટિકના વાસણમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ લઈ પનીરના ટુકડા ઉમેરો બંને બાજુથી ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી સાંતળો.પાંચેક મિનિટ જેવું થશે શેકાતા.
(4) ત્યારબાદ આ જ વાસણમાં એક નાના કેપ્સિકમ ના ટુકડા લઈ તેને પણ સાંતળી દો. કેપ્સીકમ સંતળાઈ ગયા પછી તેમાં એક નાની ડુંગળીની સ્લાઈસ અલગ કરીને સાંતળી દો.
(5) સાંતળેલું પનીર , કેપ્સીકમ અને ડુંગળી બધું તૈયાર છે જેવી
માં નાખવા માટે…..

પનીર ટીકા મસાલા ની ગ્રેવી માટે:-

(1) સૌપ્રથમ એક કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. પછી તેમાં લસણ, આદુ , તમાલ પત્ર,કાળા મરી ,લીલી એલચી ,કાળી એલચી, લવિંગ ,તજ આ બધું નાખી ડુંગળીને ચારેક મિનિટ સાંતળી દો .(સામગ્રીમાં આપેલ માપ પ્રમાણે બધા મસાલા લેવા)
(2) ડુંગળી થઈ જાય પછી તેમાં કાજુના ટુકડા ઉમેરીને બે મિનિટ મિક્સ કરો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા મિક્સ કરો. ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરો .ટામેટા શેકાઈને સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો.
(3) ત્યારબાદ એક મિક્સરમાં આ બધું મિશ્રણ લઈ તેની પૂરી તૈયાર કરો..
(4) ત્યારબાદ એક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ લઈ ચપટી હિંગ અને હળદર ઉમેરો ત્યારબાદ તૈયાર કરેલી પ્યુરી ઉમેરી દો. આ મિશ્રણમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી મીડીયમ તાપે પ્યુરી શેકો.
(5) પછી તેમાં કાશ્મીરી લાલ મરચું ,ગરમ મસાલો ,કસુરી મેથી ઉમેરી બધું મિક્સ કરો પછી તેમાં પાણી ઉમેરો .લગભગ એક થી દોઢ કપ પાણી જોશે.
(6) ગ્રેવી તૈયાર થઈ જાય પછી તેમાં શેકેલા પનીર ,ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી બધું મિક્સ કરી દો. બે મિનિટ જેવું મીડીયમ ગેસ પર રાખી ગેસ બંધ કરી દો.
(7) ઉપરથી કોથમીર અને ફ્રેશ ક્રીમ નાખીને પનીર ટીક્કા મસાલા તૈયાર કરો.

"પનીર ટીકા મસાલા નાન સાથે ,પરોઠા ,રોટલી ,સાથે ખાઈ શકાય છે. જોડે મસાલા ડુંગળી અને છાશ પણ લઈ શકાય છે."

Scroll to Top