•  પુલાવ એક પ્રખ્યાત ભારતીય ભાત ની વાનગી છે. જે વિવિધ શાકભાજી થી બનાવવા માં આવે છે. 
  • આ વાનગી સ્વાદિષ્ટ હોવા ની સાથે આરોગ્ય માટે પણ લાભદાયિક હોય છે.આ વાનગી માં તજ ,લવિંગ જેવા સુગંધિત મસાલા નો ઉપયોગ થવા થી સુગંધ અને સ્વાદ માં મસ્ત હોય છે.
  • આ વાનગી ને અલગ અલગ રીતે બનાવવા માં આવે છે જેમ કે શાકભાજી પુલાવ, કાશ્મીરી  ,છોલે , જીરા રાઈસ , પનીર  વગેરે.
  •  જ્યારે ભોજન માં કંઈક અલગ અને જલ્દી બની જાય એવું જમવું હોય ત્યારે પુલાવ એક સ્વાદિષ્ટ પકવાન બની જાય છે.
  • આ વાનગી એ એક એવી વાનગી છે કે જેમાં ભાત, શાકભાજી, મસાલા અને ક્યારેક દાળ સાથે તો ક્યારેક પનીર જેવા ઘટકો સાથે બનાવવા માં આવે છે.
  •  એટલે એક જ વાનગીમાં થી પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. 
  • આ વાનગી ઠંડુ થાય ત્યાર પછી પણ સ્વાદિષ્ટ રહે છે જેથી એ સ્કૂલ કે ઓફિસ ટિફિન માટે યોગ્ય વિકલ્પ છે.
  • પુલાવ ને કઢી, પાપડ કે શાક સાથે (રસાવાળુ શાક) કે રાયતા સાથે સર્વ કરી શકાય છે. પુલાવ શાકાહારી ઓ માટે પોષણદાયક અને પ્રોટીન યુક્ત ખોરાક છે.
  • પુલવા માં વપરાતા મસાલા તજ, લવિંગ, ધાણા જીરું, જેવી સામગ્રી શરીર માં સોજા અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. 
  • પુલાવ માં તેલ ઓછું વાપરવા માં આવે છે જેથી ઓછી કેલેરી ધરાવતું હેલ્ધી ફૂડ બની શકે છે જે વજન ઘટાડવા માટે પણ યોગ્ય છે.
  • પુલાવ એ એક એવો ખોરાક છે કે જે શાકભાજી થી ભરપૂર સુગંધિત મસાલા ઓ સાથે 20 થી 25 મિનિટ માં સ્વાદિષ્ટ પકવાન તૈયાર થાય છે 
  • જે લંચ, ડિનર કે ટિફિન માટે આદર્શ ખોરાક છે .પુલાવ ની રેસીપી શરૂ કરું છું.
પુલાવ

વેજીટેબલ પુલાવ તૈયાર કરવા માટે:-

પુલાવ
  • પૂર્વ તૈયારી નો સમય:-15 થી 20 મિનિટ
  • પાકવાનો સમય:-20 થી 25 મિનિટ
  • કેટલા લોકો માટે:-ત્રણ વ્યક્તિ માટે

વેજીટેબલ પુલાવમાં વપરાતી સામગ્રી:-

(1) એક કપ બાસમતી ચોખા (20 થી 25 મિનિટ ધોઈ ને પલાળેલા)
(2) મિક્સ શાકભાજી એક બાઉલ (જે હાજર માં હોય તે લેવા)
એક નાનું બટાકુ
50 ગ્રામ લીલા વટાણા
50 ગ્રામ ફુલેવર ના કટકા
એક નંગ ગાજર
એક નાની સાઈઝ નું કેપ્સીકમ
એક નાની ડુંગળી ( સ્લાઈસ કરેલી)
બે નંગ લીલા મરચા (પાતળા સમારેલા)
એક ચમચી આદુ-લસણ ની પેસ્ટ
બે કપ પાણી (ચોખા પ્રમાણે)

(3) આ વાનગી વઘાર કરવા માટે
ઘી અને તેલ એક એક ચમચી
જીરુ એક ચમચી
તમાલપત્ર એક
એક નાનો ટુકડો તજ
ત્રણ થી ચાર નંગ લવિંગ
ચારથી પાંચ નંગ કાળા મરી
(4) મીઠું સ્વાદ પ્રમાણે

પુલાવ



વેજીટેબલ પુલાવ બનાવવાની રીત:-

(1) સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ ને ઓછા માં ઓછી 20 થી 25 મિનિટ માટે પલાળી ને રહેવા દો.
(2) ત્યારબાદ એક જાડા તળિયાવાળા વાસણ માં એક ચમચી ઘી અને એક ચમચી તેલ ગરમ કરો પછી તેમાં જીરું ,તજ ,લવિંગ ,કાળા મરી ,અને તમાલપત્ર નાખી વઘાર તૈયાર કરો.
(3) વઘાર આવે એટલે તેમાં કાપેલી ડુંગળી નાખી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ ઉમેરી મિક્સ શાકભાજી ઉમેરો અને બે થી ત્રણ મિનિટ ધીમી આંચ પર સાંતળો.
(4) પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરી હળવા હાથે મિક્સ કરો. (જો તમારે હળદર અને ધાણાજીરું પાવડર ઉમેરવું હોય તો ઉમેરી શકો છો)
(5) પછી તેમાં બે કપ ગરમ પાણી ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો ઢાંકણ ઢાંકી ને 10 થી 12 મિનિટ ધીમી ગેસ પર ચડવા દો. ગેસ બંધ કરી આ વાનગી ને પાંચ મિનિટ ઢાંકી ને રહેવા દો પછી હળવા હાથે થી પુલાવ મિક્સ કરો.
(6) આ વાનગી ખાવા માટે તૈયાર છે હવે તેને સર્વ કરો.

"આ વાનગી તમે એકલી પણ ખાઈ શકાય છે અને તેને કઢી, રાયતા સાથે પણ ખાઈ શકાય છે."

Scroll to Top