સ્વાદિસ્ટ પકવાન

  •       બટાકાપૌવા ની વિશેષતા તેની સરળતા ,સ્વાદ અને પૌષ્ટિકતા છે. 
  • આ વાનગી થોડી સામગ્રી અને ઝડપ થી બની જતી વાનગી છે. સ્વાદિસ્ટ પૌવા નો નાસ્તો ચા સાથે પણ લઈ શકાય છે.
  •  આ વાનગી સુકા મસાલા લીંબુ અને કોથમીરથી બને છે તેથી જલ્દી બટાકાપૌવાને ટેસ્ટી બનાવે છે. 
  • આ વાનગી બાળકો થી લઈને વડીલો બધાને ભાવે છે અને શરીરને પચવામાં અનુકૂળ પણ હોય છે. બટાકા માં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે 
  • .જે શરીર ને તાત્કાલિક ઊર્જા આપે છે. આ વાનગી રહેલું ફાઇબર જે પાચનતંત્ર માટે લાભદાયી છે. 
  • બટાકા માં રહેલા વિટામિન સી અને બી 6 ત્વચા ,હાડકા અને પાચન માટે ઉપયોગી છે. 
  •  આ વાનગી માં આયર્ન અને પોટેશિયમ ની માત્રા હોય છે જે હૃદય માટે ફાયદાકારક ઘટકો પૂરા પાડે છે.
  •   આ વાનગી માં અલગ અલગ વસ્તુ ઓ ઉમેરી ને આ વાનગી ને ટેસ્ટી બનાવી શકાય છે 
  • જેમ કે ઉપર થી તીખી સેવ તળેલા સીંગદાણા મિક્સ ચેવડો લીંબુ વગેરે.  આ વાનગી નો ખોરાક શાકાહારી લોકો માટે એક યોગ્ય વિકલ્પ છે.
  •  દરેક લોકો ને પોસાય તેવો સસ્તો નાસ્તો ઝટપટ તૈયાર થઈ જાય છે.  
  • આ વાનગી એ વ્યાજબી કિંમતમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન છે માટે  આ વાનગી એક શ્રેષ્ઠ વિકલ્પ છે

પૌવાની વિશેષતાઓ:

પૌવા

1. સરળ અને ઝડપી વાનગી:
    આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ૧૦-૧૨ મિનિટમાં તૈયાર થઈ જાય છે. નાસ્તા માટે આદર્શિક વિકલ્પ.

2. પૌષ્ટિક અને હળવી:
    બટાકાપૌઆ (પોહા) લોહતત્વ થી ભરપૂર હોય છે અને બટાકા ની ઉમેરા થી કાર્બોહાઇડ્રેટ મળે છે. થોડા લીલા મરચાં ,લીંબુ અને દાડમ ના દાણા આ વાનગીની પૌષ્ટિકતા વધારે છે.

3. સૌમ્ય સ્વાદ સાથે મસાલેદાર:
    આ વાનગી માં મીઠાશ અને તીખાશ નું સરસ સંતુલન હોય છે. સરસ મસાલા અને મીઠું સ્વાદ ઊભો કરે છે.

4. વિશ્વસનીય ટ્રાવેલ ફૂડ:
        આ વાનગી લાંબા સમય સુધી તાજી રહે છે, તેથી પ્રવાસ માટે યોગ્ય હોય છે.

5. ઉપવાસ માટે વિકલ્પ:
    થોડા ફેરફાર સાથે (મીઠામાં સેન્દહવ મીઠું અને સૂકા મસાલા),  આ વાનગી ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.

6. ઘણા રૂપો માં ઉપલબ્ધ:
    કેટલાંક લોકો તેમાં કોપરાનું તળેલું વઘાર ઉમેરે છે, તો કોઈ લીલા લસણ અને પેંઠા નું સેવન કરે છે – એટલે કે વિવિધ રીતે આ વાનગી ને વ્યક્તિગત સ્વાદ પ્રમાણે ઢાળી શકાય છે.

7. શાકાહારી અને સ્વદેશી:
    સંપૂર્ણપણે શાકાહારી અને પારંપરિક ગુજરાતી નાસ્તો.

સ્વાદિસ્ટ પકવાન બનાવવા નો પૂર્વ તૈયારી નો સમય:

પૌવા
  • પૂર્વ તૈયારી નો સમય:-10 મિનિટ
  • પાકવાનો સમય:-10 થી 15 મિનિટ
  • કેટલા લોકો માટે:-બે થી ત્રણ વ્યક્તિ માટે.

આ વાનગી બનવાની ની સામગ્રી

(1) બે કપ જાડા  પૌવા
(2) બે નંગ મીડિયમ સાઇઝના બટાકા
(3) બે ટેબલ સ્પૂન તેલ
(4) એક ટેબલ સ્પૂન સીંગદાણા
(5) અડધી ચમચી રાઈ
(6) અડધી ચમચી જીરૂ
(7) ચપટી હિંગ
(8) મીઠો લીમડો
(9) બે નંગ લીલા મરચાં (તીખા લેવા)
(10) હળદર
(11) મીઠું
(12) ખાંડ
(13) લીંબુનો રસ
(14) કોથમીર ઝીણી સમારેલી
(15) દાડમના દાણા ઝીણી સેવ હાજરમાં હોય તો આ વાનગી ઉપર ભભરાવા લેવી.

આ વાનગી બનાવવાની રીત:-

સૌપ્રથમ પૌવાને બે વાર ધોઈને નિતારી લો. પલાળેલા પૌવાને દસ મિનિટ રહેવા દો. એક વાસણમાંવઘાર કરવા   માટે બે મોટી ટેબલ સ્પૂન જેટલું તેલ લો. પછી તેમાં રાઈ, જીરુ, હિંગ ,સીંગદાણા ,લીલા મરચા ,મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો. પછી બે મીડિયમ બટાકાને નાના ટુકડામાં સમારીને મિક્સ કરી બટાકાના ભાગનું મીઠું નાખી બટાકાને ચડવા દો. બટાકા લગભગ 7 થી 8 મિનિટમાં ચડી જશે. પછી તેમાં પૌવા નાખી દો અને તેના ભાગનું મીઠું નાખી દો. પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી  બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. આ વાનગીને જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી કોથમીર, દાડમના દાણા અને ઝીણી સેવ નાખી આ વાનગીને પીરસી શકાય છે. ટેસ્ટી ટેસ્ટી બટાકા પૌવા તૈયાર છે.

Scroll to Top