• બિરયાની એ સ્વાદ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો સહારો છે . બિરયાની સ્વાદ અને પોષણનું મિશ્રણ છે. બિરયાની માત્ર એક વાનગી નહીં પણ ભાવનાઓ છે. મસાલા ના સુગંધ અને બાસમતી ચોખાના સુમેળ થી બનેલી આ વાનગી ભારતની સૌથી લોકપ્રિય વાનગીઓ માની એક છે. આ વાનગી નો ઉપયોગ દરેક ધર્મ અને પેઢી પોતાની રીતે માણે છે.
  • આ વાનગી નો ઉદ્ભવ મુગલ યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે. એક દંત કથા મુજબ હૈદરાબાદના નિઝામ, લખનઉ ના નવાબો અને કલકત્તા ના નવાબો દ્વારા આ વાનગી વિકસાવવામાં આવી. મોગલ શાસકો પોતાના રસોડામાં વાનગીઓ ને રાજકીય તથા સાંસ્કૃતિક શાન તરીકે રજૂ કરતા. બિરયાની એમાંથી એક એવી વાનગી હતી જે રાજવી ભોજનમાં ગણાતી.
  • આ વાનગીના અનેક પ્રકારો જોવા મળે છે. જેમ કે હૈદરાબાદી ,લખનવી, કોલકત્તા,મલાબર ,સિંધી અને વેજીટેરિયા એમ અનેક પ્રકારે બિરયાની જોવા મળે છે. જેમ રાજ્ય બદલાય તેમ તેના નામ અને સ્વાદ પણ બદલાય છે પરંતુ વેજીટેરિયન બિરયાની ભારતીય ઘરેલુ સંસ્કરણ છે.
  • આ વાનગી સંતુલિત પોષણ તત્વો સાથે ભરેલું ભરપૂર ભોજન છે. આ વાનગી શાકાહારી અને માંસાહારી બંને લોકો અલગ અલગ રીતે બનાવે છે. આ વાનગીમાં ચોખા,શાકભાજી ,મસાલા અને દહીં જેવા તત્વો નું સંયોજન થાય છે. આ વાનગી માત્ર ટેસ્ટ જ નહીં પણ સંપૂર્ણ ભોજન છે. ચોખામો કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરની ઉર્જા માટે ફાયદાકારક છે. આ વાનગીમાં વપરાતા શાકભાજી કે મીટ પ્રોટીનથી ભરપૂર હોય છે જે મસપેસી અને કોષો માટે ફાયદાકારક છે. આ વાનગીમાં દહી નો ઉપયોગ થાય છે દહીં પ્રોબાયોટિક્સ છે જે પાચનતંત્ર માટે ખૂબ લાભદાયક છે. આ વાનગીમાં વપરાતા મસાલા એન્ટી ઓક્સીડન્ટ થી ભરપુર છે જે રોપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. આ વાનગીમાં વપરાતા જીરું, લવિંગ ઈલાયચી ,દાલચીની ,લસણ- આદુની પેસ્ટ પાચનતંત્ર માટે ખૂબ જ ગુણકારી છે. આ મસાલા શરીર નું તાપમાન ગરમ રાખે છે, જે હાડકા માટે પણ લાભદાયક છે. સુગંધ અને સ્વાદ બંને મન માં આનંદ ઉત્પન્ન કરે છે.
  • વેજીટેરિયન બિરયાની શાકાહારી લોકો માટે ઉત્તમ છે કેમ કે તેમાં પનીર, બટેટા, ગાજર ,લીલા વટાણા થી બનતી શાકાહારી બિરયાની સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. નોનવેજ બિરયાની ચિકન, મટનકે ઈંડા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે જે પ્રોટીનથી ભરપૂર છે. વર્કઆઉટ કર્યા પછી મસલ રિકવરી માટે સહાયરૂપ બની શકે છે. ચિકન બિરયાની મજબૂત ઇમ્યુઅન સિસ્ટમ માટે પણ ઉત્તમ ગણાય છે. હાલમાં ડાયટ બિરિયાનીના ઘણા વિકલ્પો છે બ્રાઉન રાઈસ સાથે બનાવતી હેલ્ધી બિરયાની લોકો વચ્ચે લોકપ્રિય છે. ઓલિવ ઓઈલ અથવા ઘી સાથે બનાવી શકાય છે. ઘરે બનાવેલી આ વાનગી માં તમે મસાલા ની માત્રા, તેલ ઘી નો પ્રમાણ તથા તાજા ઘટકો પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો છો. બજારની તીખી અને વધુ ઓઈલી બિરયાની કરતા ઘરની બિરયાની વધુ સ્વાસ્થ્યપ્રદ બની શકે છે. આ વાનગી નું સાંસ્કૃતિક મહત્વ છે. દરેક ખાસ અવસર માં,લગ્ન પ્રસંગ ,ઈદ ,દિવાળી કે પછી ભાઈબીજ કોઈને કોઈ રીતે આ વાનગી નો સમાવેશ થાય છે. બિરયાની એ લોકોને જોડવાનું ભોજન છે-પરિવાર સાથે ખાવાનું ,મિત્રો સાથે વેચવાનું અને પ્રેમ સાથે બનાવવાનું….
  • તો આજે જ ભેગા થાઓ તમારા રસોડામાં અને બનાવો ખુશ્બુદાર બિરયાની- કેમ કે “સ્વાદિષ્ટ પકવાન” ત્યારે જ પૂરતી થાય ,જ્યારે બિરિયાની નો સ્વાદ એ અંતર સુધી પહોંચે……
બિરયાની

***બિરયાની બનાવવા માટે:-

બિરયાની

(1) પૂર્વ તૈયારી નો સમય:-દસથી પંદર મિનિટ
(2) પાકવાનો સમય :-40 થી 45 મિનિટ
(3) કેટલા લોકો માટે. :-ચાર થી પાંચ વ્યક્તિ માટે

**બિરયાની બનાવવા માટે વપરાતી સામગ્રી:-

(1) 1.5 કપ બાસમતી ચોખા
(2)1.5 કપ ફલેવર ના ટુકડા
(3)12 થી 15 નંગ ફણસી ના ટુકડા
(4)1 નંગ ગાજર ના ટુકડા
(5) 1નંગ કેપ્સિકમ ના ટુકડા
(6)3 નંગ નાના બટાકા ના ટુકડા
(7) 1 કપ લીલા વટાણા ના દાણા
(8)3 થી 4 કપ તેલ
(9)4 ડુંગળીની સ્લાઈસ કરેલી અને બે ડુંગળી ઝીણી સમારેલી
(10)1 કપ દહીં
(11)2 થી 3 ટેબલ સ્પૂન લાલ મરચું
(12)2.5 ટેબલ સ્પુન બિરયાની મસાલો
(13)2 ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર
(14) અડધો કપ ફુદીનાના પાન
(15) એક કપ કોથમીર સમારેલી
(16) એક કપ કાજુ
(17) મીઠું સ્વાદ પ્રમાણે
(18) બે તજ ના ટુકડા
(19) એક ટી સ્પુન શાહી જીરું
(20) બે તમાલપત્ર
(21) એક બાદીયા
(22) એક ટેબલ સ્પૂન ભાડા મરીનો પાવડર
(23) જાવંત્રી ,લવિંગ અને ઈલાયચી

***બિરયાની બનાવવાની રીત:-

(1) સૌપ્રથમ દોઢ કપ બાસમતી ચોખા લઈ તેને સારી રીતે ધોઈને 30 મિનિટ માટે પલાળીને રાખો.
(2) ચોખા પલળે ત્યાં સુધી શાકભાજી તૈયાર કરી લઈએ. તો ત્રણ નાના બટાકા છોલીને મોટા ટુકડા કરી લો, 1.5 કપ ફુલેવરની સારી રીતે ધોઈને તેના મોટા ટુકડા કરો ,એક કપ ફણસી (12 થી 15 નંગ લેવી) ના લાંબા ટુકડા ,એક કપ લીલા વટાણા, એક નંગ કેપ્સિકમ ના ટુકડા અને એક ગાજરના લાંબા ટુકડા કરી લેવા. આ બધા શાકભાજી ધોઈને લેવાના છે શાકભાજીમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ના જોઈએ.
(3) શાક બધું નિતરી જાય ત્યાં સુધી દહીંનું મેરીનેશન તૈયાર કરીશું .તેના માટે એક બાઉલમાં એક કપ પાણી નિતારેલું દહીં લેવું .તેમાં દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું ,અડધી ચમચી બિરયાની મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું…. બધું મિશ્રણ બરાબર મિક્સ કરી લેવું.
(4) હવે આ તૈયાર કરેલા મિશ્રણમાં બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી દો અને અડધા કલાક માટે રહેવા દો.
(5) હવે એક વાસણમાં ( ભાત બાફવા માટે) પાંચ કપ જેટલું પાણી લઈ તેમાં એક ચમચી મીઠું, એક તજનો ટુકડો, ત્રણ લીલી ઈલાયચી ,એક મોટી ઈલાયચી, ત્રણ લવિંગ અને એક નાનો ટુકડો જાવંત્રી નો નાખવો પાણી ઉકળવા લાગે એટલે પલાળેલા ચોખા (પાણી નિતારેલા) અંદર ઉમેરવા. 5 થી 6 મિનિટ ફાસ્ટ ગેસ પર ઉકાળવા .(અધકચરા બાફવા ) પછી ભાતને એક ચારણી માં કાઢી લેવા અને ઉપરથી એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દેવું.
(6) હવે એક વાસણમાં અડધો કપ તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક કપ કાજુના ટુકડા તળી લો .(બિરયાની ના લેયર માટે) પછી એ જ તેલમાં ચાર મોટી ડુંગળી લાંબી સ્લાઈસમાં કાપેલી તે સાંતળી લેવી. ડુંગળી ને મીડીયમ ગેસ પર સાંતળતા 15 મિનિટ જેવું થશે ડુંગળીનો કલર બદલાઈ જાય પછી ડુંગળીને પણ તેલ માંથી કાઢી લો.
(7) ત્યારબાદ એ જ વાસણમાં જે તેલ વધ્યું છે તેમાં શાકભાજી વઘારવાના છે તો તેલમાં એક તજનો ટુકડો, એક તમાલપત્ર, એક બાદીયા, 1 ટીસ્પૂન મરી, 1 ટીસ્પૂન શાહી જીરું ઉમેરો. પછી તેમાં બે નંગ ડુંગળી ઝીણી સમારેલી સાંતળી લો. ડુંગળી નો કલર બદલાય એટલે એક ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ ઉમેરવી .બે લીલા મરચા સમારેલા ઉમેરવા. પછી તેમાં હળદર મરચું, ધાણાજીરું ઉમેરવા. પછી જે શાકભાજી મેરીનેશન વાળા તૈયાર છે તે ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો અને શાકભાજી ની પાંચ થી છ મિનિટ માટે થવા દો .શાકભાજી અધકચરા ચડી જાય એટલે એમાં મીઠું ,કોથમીર નાખી બરાબર શાક મિક્સ કરો.
(8) હવે છેલ્લે એક ઝાડા તળિયા વાળું વાસણ લો .અડધું શાક પાથરીને એક લેયર તૈયાર કરો. પછી અડધા ભાતનું લેયર કરો. આ ભાત ના લેયર પર ફુદીનાના ,પાન કોથમીરના પાન, તળેલા કાજુ અને તળેલી ડુંગળીનું લેયર કરો. હવે બીજી વખત પણ જે શાક વધેલું છે તેનું લેયર કરો. જે વધેલા ભાત છે તે પણ ઉપર પાથરી દો. અને કોથમીર ,ફુદી ના પાન,કાજુ ,ડુંગળી એમ ફરીથી તેનું લેયર કરો. આમ વારાફરતી શાકભાજી અને ભાતનું બે લેયર તૈયાર કરવાના છે.
(9) આ તૈયાર કરેલા લેયર ને બરાબર ઢાંકીને (એર ટાઈટ કરી દેવો) ધીમા ગેસ પર 10 થી 15 મિનિટ થવા દો બિરયાની તૈયાર થઈ જશે .(જાડા તળિયા વાળું વાસણ લેવું ફરજિયાત છે)

 

“સ્વાદિષ્ટ પકવાન” માં તૈયાર છે બિરયાની….. શાકભાજી થી ભરપૂર શિયાળામાં ખાવાની મજા પડે તેવી સ્વાદિષ્ટ વાનગી

Scroll to Top