• મેંદુ વડા એ દક્ષિણ ભારતની એક સ્વાદિષ્ટ અને પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળથી તૈયાર થાય છે. જે માત્ર નાસ્તામાં નહીં પરંતુ દરેક જમણવાર ને વિશેષ બનાવી દે છે. 
  • અડદની દાળથી બનેલા આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ રહે છે ,જેનું ટેક્સચર જ તેને અલગ બનાવે છે. જ્યારે તાજા વડા નારિયેળ ની ચટણી કે ગરમાગરમ સંભારમાં ડુબાડીને ખાવામાં આવે છે
  • ત્યારે એ સ્વાદ માત્ર જીભ પર નહીં પણ મન પર પણ છાપ મૂકે છે. આ વાનગી માત્ર સ્વાદ માટે નહીં પણ આરોગ્ય માટે પણ લાભદાયક છે. મેંદુ વડાને તળતી વખતે જો તેનું ખીરુ યોગ્ય રીતે ફેટવામાં આવે તો વડા હળવા, ફૂલેલા અને બાહ્ય રીતે વધુ કરકરા બને છે. મેંદુ વડા એ એવી વાનગી છે
  • જે તહેવાર, મહેમાનગતિ અને રોજિંદા નાસ્તામાં સરળતાથી શોભે છે. તે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર ભારત માં લોકપ્રિય વાનગી બની ગઈ છે. અને દરેકની રસોઈમાં તેનું સ્થાન બની ગયું છે. કેમ કે મેંદુવડા ના આરોગ્ય લક્ષી ફાયદા ઘણા છે.

  • આ વાનગી અડદની દાળથી બનતી હોવાથી તે પ્રોટીનથી ભરપૂર છે પ્રોટીન શારીરિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. વડામાં ઉમેરાયેલી હિંગ ,આદુ, મીઠો લીમડો ,મરી જે પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. આ વાનગી તળેલી હોવા છતાં ઉર્જા આપનારા તત્વો ધરાવે છે ,ખાસ કરીને સવારના નાસ્તા માટે યોગ્ય છે. જો યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે આંતરડા માટે પણ લાભદાયક છે. ઘરમાં બનાવેલી આ વાનગી તાજી અને વધુ હેલ્ધી રહે છે.
    આ વાનગીની ખાસ વિશેષતા એ છે કે…… તેની ખાસ બનાવટ એવી હોય છે કે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે છે. આ વાનગીને નાળિયેરની ચટણી કે સંભાર સાથે પીરસી શકાય છે.
  • દક્ષિણ ભારતીય વાનગી હોવા છતાં આખા ભારતમાં લોકપ્રિય ફાસ્ટ ફૂડ બની ગયું છે.
    દાળમાં ઓછું પાણી વાપરવામાં આવે તો વડા ખરાબ રીતે નહીં ફેલાય તેનો આકાર જળવાઈ રહે છે. વડાને ફુલાવા માટે શ્રેષ્ઠ અને પાંચ મિનિટ બરાબર હલાવી હીરામાં ઝીણી સમારેલી ડુંગળી આદુ-મરચાની પેસ્ટ ઉમેરી વાનગીને વધુ ટેસ્ટી બનાવી શકાય છે.
    “સ્વાદિષ્ટ પકવાન” માં મેંદુ વડા ની રેસીપી…… શીખો કેવી રીતે બનાવાય ક્રિસ્પી અને નરમ વડા દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ વાનગી ગુજરાતી ભાષામાં…
મેંદુ વડા

***મેંદુ વડા બનાવવા માટે:-

મેંદુ વડા
  • પૂર્વ તૈયારી નો સમય:-5 થી 10 મિનિટ
  • પાકવાનો સમય. :-30 થી 35 મિનિટ
  • કેટલી વ્યક્તિ માટે:-ચારથી પાંચ વ્યક્તિ માટે

***મેંદુ વડા બનાવવા માટે વપરાતી સામગ્રી:-

(1) અડદની દાળ- એક કપ (પાંચ થી છ કલાક પલાળેલી)
(2) ઠંડુ પાણી કે બરફના ટુકડા
(3) જીરુ -અડધી ચમચી
(4) કાળા મરીનો પાવડર -અડધી ચમચી (અધ કચરા વાટેલા )
(5) મીઠો લીમડો- છ થી સાત નંગ ઝીણા સમારેલા
(6) મરચાની પેસ્ટ -1 ટી સ્પૂન
(7) આદુની પેસ્ટ- 1 ટી સ્પૂન
(8) ઝીણી સમારેલી ડુંગળી-2 ટેબલ સ્પુન
(9) ચપટી હિંગ

મેંદુ વડા

***મેંદુ વડા બનાવવાની રીત:-

(1) સૌપ્રથમ એક કપ અડદની દાળ સારી રીતે ધોઈને તેને પાંચથી છ કલાક પલાળી દો .પછી તેમાંથી પાણી નિતારીને દાળને મિક્સરમાં ક્રશ કરી ને થીક કર કરી પેસ્ટ બનાવી દો (મિક્સરમાં ક્રશ કરતી વખતે અડધો કપ ઠંડુ પાણી કે બરફના ટુકડા ઉમેરવા).
(2) ત્યારબાદ તેને એક વાસણમાં નીકાળી દો. અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને દાળને ચાર થી પાંચ મિનિટ હાથની મદદથી બરાબર ફેટી દો. ફેટવાથી તે એકદમ લાઈટ અને ફ્લપી તૈયાર થઈ જાય છે.(ખીરું તૈયાર છે તે જોવા માટે એક વાટકીમાં પાણી લઈ તેમાં થોડું ખીરું ઉમેરવું જો લોટ ઉપર તરીને આવી જાય તો સમજી જવું કે ખીરું તૈયાર છે)
(3) હવે આ બેટરમાં અડધી ચમચી જીરૂ ,અડધી ચમચી અધકચરા વાટેલા મરીનો પાવડર, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, એક ચમચી લીલા મરચાની પેસ્ટ, એક ચમચી આદુની પેસ્ટ ,બે મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી, ચપટી હિંગ અને ઝીણી સમારેલી કોથમીર આ બધું નાખીને ખીરાને બરાબર મિક્સ કરી દો.
(4) વડા બનાવવા માટે ચા ગળવાની સ્ટીલની ગળણી લો. તેને ઊંધી રાખો અને ઉપર થોડું પાણી લગાવો પછી બેટર ઉપર લગાવી વચ્ચેથી નાનો રાઉન્ડ કરી વડુ તૈયાર કરો. પછી ગરમ તેલમાં વડુ મૂકી દેવું (દરેક વખતે ગળણી પર પાણી લગાવવું ફરજિયાત છે પાણી લગાવવાથી વડુ ગળણી થી જલ્દી છૂટું પડી જાય છે) વડાને હાથની મદદથી પણ બનાવી શકાય છે.
(5) ત્યારબાદ મીડીયમ ગેસ પર વડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો લગભગ ત્રણથી ચાર મિનિટ થશે.

**ખાસ કરીને મેંદુ વડાને હાથની મદદથી જ બનાવવામાં આવે છે પરંતુ જો ખીરું બરાબર ના હોય તો વડા નો આકાર બરાબર થતો નથી. માટે આ ગળણી ની રીત ની મદદથી થોડું મીડીયમ પણ હશે તો પણ વડા સારી રીતે બની જાય છે.

***આ “સ્વાદિષ્ટ પકવાન” સાંભાર સાથે અને ટોપરાની ચટણી સાથે ખાઈ શકાય છે.

Scroll to Top