મંચુરિયન એ એક લોકપ્રિય ચાઈનીઝ વાનગી છે. મંચુરિયન એ ભારતીય મસાલા અને ચાઈનીઝ સોસ ના મિશ્રણથી બનેલી આ વાનગી સ્વાદ ના અલગ અલગ સ્તરો ધરાવે છે. રોજિંદી ગુજરાતી થાળી થી અલગ મિજાજ ધરાવતી વાનગી હોવાથી એક તાજગી આપે છે. લગ્ન પ્રસંગ હોય કે કોઈ નાનો પ્રસંગ હોય અને મંચુરિયન હોય તો જમવાની વૈવિધ્ય મળે છે અને આખી થાળી નું મૂડ બદલાઈ જાય છે. મંચુરિયન એ બાળકોનો મનગમતો સ્વાદિષ્ટ પકવાન છે. તીખાસ ઘટાડીને બનાવવામાં આવે તો બાળકો માટે આકર્ષક અને પોષક વિકલ્પ બની શકે છે. વિવિધ શાકભાજી અને સોસ નાખીને મંચુરિયન બનાવવામાં આવે છે મંચુરિયન અલગ અલગ પ્રકારે બનાવી શકાય છે જેમ કે ડ્રાય મંચુરિયન, વેજીટેબલ, સેઝવાન, ચીઝ, બ્રેડ, મંચુરિયન ગ્રેવી વગેરે… મંચુરિયન શાકભાજી થી ભરપૂર જેમ કે કોબીજ, ગાજર ,સીમલા મરચા ,લીલી ડુંગળી ના મિશ્રણથી બનેલું છે જે પોષક તત્વોથી ભરપૂર છે. શાકભાજી છુપાવીને બનાવી શકાય એવું સ્વાદિષ્ટ વિકલ્પ છે, જ્યાં સ્વાદ છે અને બાળકોનું મનપસંદ પણ છે. ઘરમાં શાકભાજી હાજર હોય તો મંચુરિયન બનાવવું ખૂબ જ સરળ છે. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે અને ગ્રેવી વાળું ભાત અથવા નુડલ્સ સાથે ખાઈ શકાય છે. બહારનું લેયર ક્રિસ્પી અને અંદરનું મિશ્રણ નરમ એ બોલ્સને મજેદાર વિભિન્નતા આપે છે. મંચુરિયનમાં વિવિધ શાકભાજી નો સમાવેશ થાય છે જે શરીરને ફાઇબર, વિટામિન એ અને વિટામિન સી આપે છે. સિઝન પ્રમાણે વિવિધ શાકભાજી ઉમેરીને તેને તમારું યુનિક મંચુરિયન બનાવી શકો છો. વેજીટેબલ મંચુરિયન એ એક ફક્ત વાનગી નહીં ,એ છે જુસ્સો અને સ્વાદનો તડકો. જો તમે હજુ સુધી ઘરે મંચુરિયન ટ્રાય નથી કરી તો આજે જ બનાવો વેજીટેબલ મંચુરિયન “સ્વાદિષ્ટ પકવાન”….. વેજીટેબલ મંચુરિયન ની રીત શેર કરું છું

વેજીટેબલ મંચુરિયન બનાવવા માટે:-

પૂર્વ તૈયારી નો સમય:-15 થી 20 મિનિટ
પાકવાનો સમય:-30 થી 35 મિનિટ
કેટલી વ્યક્તિ માટે:-પાંચ થી છ વ્યક્તિ માટે
વેજીટેબલ મંચુરિયન બનાવવા માટેની સામગ્રી:-
વેજિટેબલ મન્ચુરિયન
[5થી 6 વ્યક્તિ
મન્ચુરિયન માટેની સામગ્રી
(1) 150 ગ્રામ ગાજ૨
( 2 ) 150 ગ્રામ કોબીજ
(3) 50 ગ્રામ કેપ્સિકમ
(4) 1 લીલું મરચું
(5) 200 ગ્રામ મેંદો
(6) 50 ગ્રામ કોર્નફલોર
(7) 1 ટી સ્પૂન મરીનો ભૂકો
(8) તેલ પ્રમાણસર
(9) સહેજ આજીનોમોટો
(10) મીઠું પ્રમાણસર
ગ્રેવી માટેની સામગ્રી
(1) 10 ગ્રામ આદું
(2)5 ગ્રામ મરચાં
(3) 10 ગ્રામ લસણ
(4) 1 ટેબલ સ્પૂન તેલ
(5) ચપટી આજીનોમોટો
(6) 2 ટેબલ સ્પૂન સોયાસૉસ
(7) ૧/૨ ટેબલ સ્પૂન ચીલીસૉસ
(8) 2 ટેબલ સ્પૂન કેચપ
(9) 1 ટી સ્પૂન મરીનો ભૂકો
(10) 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
(11) મીઠું પ્રમાણસર
મન્ચુરિયન માટેની રીત

(1) ગાજર અને કોબીજ નાની છીણીથી છીણવા અથવા ચોપ ઍન્ડ ચર્નમાં ક્રશ કરવાં. ક્રશ કરેલાં ગાજર અને કોબીજમાં કેપ્સિકમ અને મરચું ઝીણું સમારવું. તેમાં મીઠું, મરી, થોડુંક તેલ, સહેજ આજીનોમોટો, મેંદો અને કોર્નફ્લોર નાખીને બધું ભેગું કરવું.
(2) જરૂર પડે તો સહેજ પાણી ઉમેરી, ગોટા જેવું ખીરું કરી, ગરમ તેલમાં નાના પકોડા તળવા. મન્ચુરિયન પોચા થવા જોઈએ.
ગ્રેવી માટેની રીત
(1) ગ્રેવી માટે આદું અને લસણ ઝીણાં સમારવાં.મરચાંની પેસ્ટ બનાવવી. તેલ મૂકી સાંતળવું. સાંતળાઈ જાય એટલે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી રેડવું.
(2) તેમાં આજીનોમોટો, સોયાસૉસ, ચીલીસૉસ, કેચપ, મીઠું, મરી નાખવાં. 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને નાખવો. પીરસતી વખતે ગરમ કરી, તેમાં મન્ચુરિયન મૂકવા.
