• સમોસાનું મૂળ મધ્ય એશિયામાં છે. તેની પહેલા “સંબોસા “કે “સંબુસા” કહેવામાં આવતું અને તે વેપારીઓ દ્વારા ભારત તરફ લાવવામાં આવ્યું હતું. ભારત માં આ નાસ્તો મોગલ શાસકોના સમય દરમિયાન લોકપ્રિય બન્યો અને અહીંના સ્થાનિક મસાલા અને પદ્ધતિઓથી તેની અલગ ઓળખ સમોસો તરીકે બની. હાલ સમોસા એ એક લોકપ્રિય ભારતીય સ્વાદિષ્ટ પકવાન છે. આ વાનગી એ સમગ્ર ભારત તથા અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં ખૂબ પ્રચલિત છે.
  • આ વાનગી એ ખાસ કરીને શાકાહારી રીતે ભરાવ, જેમાં બટાકા, મટર, મસાલા અને ક્યારેક ડ્રાયફ્રુટ પણ હોય છે. આજે આ વાનગી ભારત માં તો જાણીતા છે જ , પણ દુનિયાભરમાં પણ પ્રશિષ્ઠ છે.
  • 2019 માં, UAE-based એક પેસ્ટ્રી બ્રાન્ડે “સમોસો ડે” પણ ઘોષિત કર્યો.

  • ઘણી જગ્યા પર Street Food Festivals માં આ વાનગી માટે અલગ સ્ટોલ હોય છે.

  • UNESCO દ્વારા આ વાનગી ને “Intangible Cultural Heritage” તરીકે ઓળખી શકાય તેમ છે — પરંતુ હજુ સુધી સ્વીકૃતિ મળી નથી.

  • યુકે અને યુએસએ ના ભારતીય હોટલો માં એક સ્ટાર્ટર તરીકે આ વાનગી ની ઊંચી માંગ છે. હાલ ગુજરાતમાં આ વાનગી ની ઘણી વેરાઈટી જોવા મળે છે જેમ કે પંજાબી સમોસો ,પટ્ટી સમોસો ,ત્રિરંગી બ્રેડના સમોસો ,ચીઝ પનીર ના સમોસો ,વગેરે વેરાઈટી જોવા મળે છે.
  • આ સ્વાદિસ્ટ પકવાન ની દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે જેમ કે શાકાહારી ,માંસાહારી ચીઝ ,કોન જેવી વેરાઈટી સાથે આ વાનગીનું બહાર નું પડ ક્રિસ્પી અને અંદરનો મસાલો સ્વાદિષ્ટ હોય છે. આ વાનગીમાં વપરાતા બટાટા શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે.
  • જો આ વાનગીમાં વિવિધ શાકભાજી અને કઠોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે તો તે ફાઇબર આપતો ખોરાક બની શકે છે. આ વાનગી સામાન્ય રીતે તળીને બનાવવા માં આવે છે તેથી વધુ પ્રમાણમાં લેવામાં આવે તો ત્વચા ,પાચનતંત્ર અને હૃદયના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ વાનગીમાં વધારે તેલ વાપરવાથી કોલેસ્ટ્રોલ વધે છે અને વજન પણ વધી શકે છે.
  • આ વાનગી ને જો ઓવનમાં બેક કરીને બનાવવા માં આવે તો ઓઇલ ફ્રી સમોસા બનાવી શકાય છે. સમોસામાં મેદાની જગ્યાએ ઘઉંના લોટ વાપરવામાં આવે તો તે વધુ પૌષ્ટિક છે . સમોસાને બટાકા, વટાણા, કોથમીર, મરચા સાથે તેનો માવો બનાવવામાં આવે છે બહારના પડ માટે મેંદો કે ઘઉંનો લોટ ઉપયોગ માં લેવાય છે.
  • સમોસાની ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી અને કોથમીર મરચાની તીખી ચટણી અને લસણની ચટણી સાથે પીરસી શકાય છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે એક સ્વાદિષ્ટ પકવાન બનાવી શકો છો.આ વાનગીની રેસિપી તમારી સાથે શેર કરું છું.
સમોસા

*** સ્વાદિસ્ટ વાનગી તૈયાર કરવા માટે:-

  • પૂર્વ તૈયારી નો સમય:-15 મિનિટ
  • પાકવાનો સમય: 30 થી 35 મિનિટ
  • કેટલી વ્યક્તિ માટે:-12 થી 14 નંગ સમોસા બને

***સ્વાદિસ્ટ વાનગીનો માવો બનાવવા વપરાતી સામગ્રી:-

(1) 200 ગ્રામ બટાકા
(2) 50 ગ્રામ લીલા વટાણા
(3) તળવા માટે તેલ
(4) એક ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ
(5) બે ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(6) અડધી ચમચી જીરૂ
(7) અડધી ચમચી હળદર
(8) એક ચમચી લાલ મરચું
(9) અડધી ચમચી ગરમ મસાલો
(10) ચપટી હિંગ
(11) એક ટીસ્પૂન ઝીણો સમારેલો ફુદીનો (ફરજિયાત નથી)
(12) એક ચમચી લીંબુનો રસ
(13) એક ટીસ્પૂન ખાંડ
(14) એક ચમચી દાડમ ના દાણા (ફરજિયાત નથી)
***સમોસાનો લોટ બાંધવામાં વપરાતી સામગ્રી:-
(1)100 ગ્રામ મેંદો
(2) એક ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
(3) દોઢ ચમચી સોજી
(4) મોણ માટે ઘી
(5) મીઠું જરૂર પ્રમાણે

સ્વાદિસ્ટ વાનગી નો મસાલો બનાવવાની રીત:-

**સૌપ્રથમ બટેટા અને વટાણાને બાફી નાખવા. બટાકાને છોલીને છીણી નાખવા.
**ત્યારબાદ એક વાસણમાં વઘાર માટે તેલ લેવું પછી તેમાં જીરું ,હિંગ ,હળદર ,આદુ-મરચાની પેસ્ટ નાખી વઘાર તૈયાર કરો.
**વઘારમાં બટાકાનો માવો, વટાણા,, મીઠું ,ખાંડ, લીંબુનો રસ ,ફુદીનો ,કોથમીર, તલ, ગરમ મસાલો ,દાડમના દાણા નાખી મસાલો બરાબર મિક્સ કરી સ્વાદિસ્ટ પકવાન  નો મસાલો તૈયાર કરો. 

**લોટ બાંધવા માટેની રીત:-

મેદાના લોટમાં ઘઉંનો લોટ, સોજી, ઘી અને મીઠું નાખી રોટલીના લોટ કરતાં કઠણ લોટ તૈયાર કરો

સ્વાદિસ્ટ વાનગી ભરવાની રીત:-

સમોસા ભરવા માટે લોટ માંથી પૂરી વણી તેની વચ્ચેથી કાપી સ્વાદિસ્ટ વાનગી નો મસાલો ભરી સમોસાનો આકાર આપો. . બધા સમોસા બની જાય એટલે તેને ગરમ તેલમાં તળી લેવા.
આ વાનગીન પીરસવા માટે સમોસા માં ખાડો કરી ઉપરથી લસણની ચટણી, ગળી ચટણી, કોથમીર મરચાની ચટણી, ઝીણી સેવ ,ડુંગળી અને ચાટ મસાલો નાખી આ વાનગી ને સર્વ કરો. ટેસ્ટી અને સ્વાદિસ્ટ વાનગી તૈયાર છે.

Scroll to Top