- સુખડી એ એક એનર્જી બુસ્ટર ખોરાક છે. ગોળ અને ઘીથી બનતી આ વાનગી ઉર્જા આપે છે. ગોળ અને ઘી પાચનતંત્રની સુધારવાનું કામ કરે છે.
- આ વાનગી ઓછી માત્રામાં રોજ ખાવાથી ગળ્યું ખાવાની ઈચ્છા પણ સંતોષાય છે અને જાડાઈથી છુટકારો પણ મળે છે.
- આ વાનગી શિયાળાની સિઝનમાં ખાવામાં આવે તો શરીરની અંદરથી ગરમ રાખે છે.
- આ વાનગીમાં ગોળનો ઉપયોગ થાય છે માટે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે.
- ખાસ કરીને મહિલાઓ માટે આ વાનગી લાભદાયક ખોરાક છે. આ વાનગી ખાવાથી હાડકા અને સાંધાના દુખાવામાં રાહત રહે છે
- ઘીમાં એમોગા- 3 અને ફેટી એસિડ હોય છે જે બાળકોના નર્વસ સિસ્ટમ અને દિમાગના વિકાસ માટે લાભદાયક છે.
- સુખડીમાં વપરાતા દેશી ગોળમાં કુદરતી એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોની બહાર કાઢવામાં મદદ કરે છે.
- જો થોડી ભૂખ હોય અને શરીર ને ઊર્જા જોઈએ તો આ વાનગી એક સંપૂર્ણ ખોરાક બની શકે છે.
- આયુર્વેદ પ્રમાણે દેશી ઘી અને ગોળનું સંયોજન પુરુષોમાં શુક્રાણું વધારવા અને સ્ત્રીઓના હોર્મોન સંતુલન માટે પણ મદદરૂપ હોય છે.
- માટેઆ વાનગી એક હેલ્ધી ખોરાક છે. આજે હું તમારી સાથે આ વાનગી ની રેસીપી શેર કરું છું.

સુખડી બનાવવા માટે:-

- પૂર્વ તૈયારી નો સમય:-10 મિનિટ
- પાકવાનો સમય:-12 મિનિટ
- કેટલા લોકો માટે:-3 વ્યક્તિ માટે
સુખડી બનાવવા માટેની સામગ્રી
(1) 100 ગ્રામ ઘી
(2) 150 ગ્રામ લોટ
(3)100 ગ્રામ ગોળ છીણેલો

સુખડી બનાવવાની રીત:-
સૌપ્રથમ એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં ઘઉંનો લોટ નાખી મધ્યમ તાપે સાત જેવું મિનિટ શેકાવા દેવું. લોટમાંથી સુગંધી આવે અને આછો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકો. લોટ શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી નાખો. પછી તેમાં તૈયાર કરેલો ગોળનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી દેવું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારે સુખડીને એક પ્લેટમાં સારી રીતે પાથરી દેવી. વાટકી ની મદદથી ઉપર ઘસીને બરાબર કરી દેવું અને તરત જ કાપા કરવા. આ વાનગી તૈયાર છે.