Deluxe Aloo Paratha Recipe | Swadist Pakvan

Deluxe Bread pakoda Recipe

To make stuffed bread pakoda, slices of bread are filled with a spiced mashed potato mixture, dipped in a gram flour (besan) batter, and deep-fried until crispy and golden brown.

Food Recipe Intro

બ્રેડ પકોડા ચા સાથેનો પરંપરાગત સાથી છે. આ વાનગી ભારતીય નાસ્તામાં અત્યંત લોકપ્રિય અને મનગમતો નાસ્તો છે. જે ખાસ કરીને વરસાદી અને ઠંડા દિવસોમાં ગરમાગરમ ચા સાથે ખાવાની ખૂબ મજા પડે છે. આ પકોડા બહારથી કુર કુરા હોય છે અને અંદરથી નરમ હોય છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા ના વચ્ચે ટેસ્ટી અને મસાલેદાર બટાટાનું સ્ટફિંગ મૂકી તેને બેસન ના ખીરામાં બોળીને તળી શકાય છે. કોથમીર ,આદુ અને મરચાની તીખી ચટણી અને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી સાથે ભેળવીને ખાવાથી તેનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ ઝડપથી બનતા અને ભોજનમાં થોડી મોર્ડન અને ટ્રેડિશનલ ટચ આપતા નાસ્તા માંથી એક છે. બાળકોથી લઇ મોટા સૌને પસંદ આવતો આ નાસ્તો પાર્ટી ,પિકનિક કે સાંજના લાઈટ ખોરાક માટે એકદમ પરફેક્ટ છે. જો કે તળેલા હોવાથી મર્યાદિત પ્રમાણમાં લેવું જોઈએ. પણ અઠવાડિયામાં એક દિવસ તેનો સ્વાદ માણવો ખુશીઓ ભર્યો અનુભવ બની જાય છે. આ વાનગી ઝડપથી બની જાય છે એટલે ચા સાથે તાત્કાલિક નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. આ વાનગી ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી તૈયાર થાય છે આમાં ખાસ સામગ્રીની જરૂર પડતી નથી. બ્રેડ, બટાટા અને બેસન હોય તો ઝટપટ બની જાય છે. ચીઝ અથવા કેચપ સાથે બનાવીને બાળકો માટે પરફેક્ટ નાસ્તો બનાવી શકાય છે. પનીર, કોથમીર, ગાજર, સીમલા મરચા જેવી વસ્તુઓ ઉમેરવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે. સૌરાષ્ટ્ર થી લઈ ને ઉત્તર ભારત સુધી લોકપ્રિય વાનગી છે. તેને દરેક પ્રદેશમાં તેની એક અલગ જ શૈલી છે. પંજાબી, ગુજરાતી , કે ચીઝી સ્ટાઇલ. ચીઝ પનીર ,મસાલા ,માયોનીઝ, વગેરે ઉમેરીને અલગ અલગ વેરીએશન માં બનાવી શકાય છે. આ વાનગી નો સ્વાદ ચટણી કે હોટસોસ સાથે વધારે મજેદાર લાગે છે. મહેમાનદારી, સ્કૂલ ,ટિફિન કે યાત્રા માટે એકદમ પરફેક્ટ નાસ્તો છે. "સ્વાદિષ્ટ પકવાન"માં બનાવેલી રીતથી સ્વાદ, વેરીએશન અને સરળતાથી બ્રેડ પકોડા ઘરના રસોડામાં બનાવો...

બ્રેડ પકોડા બનાવવા માટે:-

  • (1) પૂર્વ તૈયારી નો સમય:-10 થી 15 મિનિટ
  • (2) પાકવાનો સમય:-15 થી 20 મિનિટ
  • (3) કેટલા લોકો માટે:-ચાર થી પાંચ વચ્ચે માટે
  • બ્રેડ પકોડા બનાવવા માટે વપરાતી સામગ્રી:--

  • (1) બ્રેડ
  • (2) તેલ ( તળવા માટે)
  • બટાકાનો મસાલા બનાવવા માટે:-

  • (1) બટાકા - 4 નંગ
  • (2) તેલ - 1 ચમચી
  • (3) ડુંગળી - 1 નંગ
  • (4)લીલા મરચાં - 2 નંગ(ઝીણા સમારેલા)
  • (5) આદુ( 1 ચમચી ટુકડા ઝીણા)
  • (6)હળદર પાવડર - 1/4 ચમચી
  • (7)કાશ્મીરી મરચાં પાવડર - 1 ચમચી
  • (8) ઘણા જીરું પાવડર - 2ચમચી
  • (9)ગરમ મસાલા - 1 ચમચી
  • (10)મીઠું - 1 ચમચી
  • (11)ચાટ મસાલા - 1 1/2 ચમચી
  • (12)કોથમીર ( ઝીણી સમારેલી)
  • બેટર બનાવવા માટે:-

  • (1) બેસન / ચણાનો લોટ - ૧ કપ (૨૫૦ મિલી)
  • (2) મરચાંનો પાવડર - ૧/૨ ચમચી
  • (3) હળદર પાવડર - ૧/૪ ચમચી
  • (4) મીઠું - ૧/૨ ચમચી
  • (5) અજમો - ૧ ચમચી
  • (6) પાણી
  • (7) ખાવાનો સોડા
  • બ્રેડ પકોડા બનાવવા ની રીત:

  • (1) સૌપ્રથમ, બટાકા નો મસાલો તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો, અને તેમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદુ સાથે સાંતળો.
  • (2)હળદર પાવડર, કાશ્મીરી મરચાં પાવડર, ધાણાજીરૂ પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.
  • (3)બધું બરાબર મિક્સ કરો અને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાતરો..
  • (4)હવે, મસાલામાં બાફેલા અને છૂંદેલા બટાકા ઉમેરો અને મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો મિક્સ કરો.
  • (5)મિક્સ થઈ ગયા પછી, કોથમીર નાખીને મિક્સ કરો.
  • (6) બેટર બનાવવા માટે, એક બાઉલમાં, ચણાના લોટને મરચાં પાવડર, હળદર, મીઠું અને અજમા સાથે મિક્સ કરો.
  • (7) ધીમે ધીમે પાણી ઉમેરો અને ઘટ્ટ બેટર બનાવો
  • (8) તૈયાર કરેલા મસાલા ને બ્રેડના ટુકડા પર સરખી રીતે ફેલાવો. તેને બીજી સ્લાઈસ થી ઢાંકી દો અને ત્રિકોણમાં કાપી લો.
  • (9) બ્રેડ સેન્ડવીચ ને બેટર થી સારી રીતે કોટ કરો.
  • (10)એક કડાઈમાં તેલ ગરમ કરો અને કોટેડ બ્રેડ સેન્ડવીચ ને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  • (11)તળાઈ ગયા પછી, વધારાનું તેલ કાઢી લો અને નિતારી લો.
  • 📋 FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
    બ્રેડ પકોડા બહારથી કરકરા અને અંદરથી સોફ્ટ કેવી રીતે બને?

    બેસનના બેટરમાં થોડું રાઈસ લોટ ઉમેરો અને મધ્યમ તાપે ધીમે ધીમે તાળો. આથી બહારની લેયર ક્રિસ્પી અને અંદર નરમ રહેશે.

    સમોસા જેવો ટેસ્ટ મેળવવા શું ઉમેરવું?

    આલુના પુરણમાં ગરમ મસાલો, ધાણા પાઉડર, લીંબુનો રસ અને થોડી ચાટ મસાલા ઉમેરો. આથી સ્વાદ સમોસા જેવો બને છે.

    બ્રેડ પકોડા તેલિયા ન લાગે તે માટે શું કાળજી લેવી?

    બેટર વધારે ઘટ્ટ ન હોય તે ખાતરી કરો અને તેલ યોગ્ય રીતે ગરમ હોય. તળ્યા પછી પેપર ટાઉલ પર કાઢો જેથી વધારાનું તેલ ન રહે.

    Nutritional Info (per 100g approx.)

    • Calories: 270 kcal
    • Protein: 6g
    • Fat: 14g
    • Carbohydrates: 30g
    • Fiber: 3g

    What Our Readers Say

    Smita P. – “Loved the crisp texture and spicy filling. These bread pakodas were a hit!”

    Arjun S. – “Perfect rainy-day snack! The masala potato stuffing was flavorful.”

    Poonam G. – “Easy to make and tastes just like street-style pakodas. Will make again soon!”

    Scroll to Top