Deluxe Aloo Paratha Recipe | Swadist Pakvan

Deluxe Aloo Paratha Recipe

Discover how to make the best, soft, and flavorful Aloo Paratha with this detailed recipe. Perfect for breakfast or any time of the day, served with your favorite chutney and yogurt.

Food Recipe Intro

આલુ પરોઢા એ એક ભારતીય પરંપરાગત વાનગી છે. જે ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આલુ પરોઢા સ્વાદમાં ચટપટા, મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે આ વાનગી એ ઝટપટ बनी જતો નાસ્તો છે. આ વાનગી નાસ્તા, લંચ અથવા ડિનરમાં પીરસી શકાય એવી વાનગી છે. આલુ પરાઠા માખણ અથવા દહીં સાથે પીરસવામાં આવે છે. જેથી તેનો સ્વાદ બમણો કરે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરની તરત ઉર્જા આપે છે. આ વાનગીમાં ઘઉંના લોટનો ઉપયોગ થાય છે ઘઉં માં ફાઇલર હોય છે જે પાચન શક્તિ સુધારવામાં ઉપયોગી છે. પરોઢા માં તમે બટાકા ના મસાલામાં વટાણા, ગાજર ઉમેરીને વધુ પૌષ્ટિક નાસ્તો બનાવી શકાય છે. આ વાનગીમાં ઉપયોગમાં લેવાતા ધાણાજીરું અને હિંગ જેવા મસાલા હોય છે જે ગેસ માંથી રાહત આપે છે. બહારના ફાસ્ટ ફૂડની તુલનામાં આ વાનગી વધુ સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક છે. આલુ પરોઢા ને ડાયાબિટીસના દર્દીએ ખાવામાં ધ્યાન રાખવું બટેકામાં સ્ટાર્સનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારે છે માટે કાળજી રાખવી. આ વાનગીને પચવામાં હલકા બનાવવા જીરાના પાવડર ઉમેરીને બનાવી શકાય છે. પરાઠાને અલગ અલગ રીતે બનાવી શકાય છે. જેમકે પનીર પરોઢા, કોબીજ પરોઢા, લીલવાના પરોઢા, મૂળાના પરોઢા, પાલકના પરોઢા, વગેરે વગેરે. આલુ પરોઢા બનાવવાની રીત શેર કરો છું .

આલુ પરોઠા તૈયાર કરવા માટે:

પૂર્વ તૈયારી નો સમય:-15 થી 20 મિનિટ
પાકવાનો સમય:-20 થી 25 મિનિટ
કેટલા લોકો માટે:-ત્રણ થી ચાર વ્યક્તિઓ માટે

આલુ પરોઠા માં વપરાતી સામગ્રી:
  • 250 ગ્રામ બટાકા (બાફેલા)
  • બે નંગ મીડિયમ ડુંગળી
  • 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં
  • હિંગ અને જીરુ (વઘાર કરવા માટે)
  • અડધી ચમચી ગરમ મસાલો
  • એક ચમચી લીંબુનો રસ
  • એક ચમચી દળેલી ખાંડ
  • ઘઉંનો લોટ (પરાઠા બનાવવા માટે)
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ
આલુ પરાઠા બનાવવાની રીત:
  1. સૌપ્રથમ પ્રેશર કુકરમાં બટાકા બાફવા મૂકી દો અને બટાકા બફાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લો.
  2. ઘઉંના લોટમાં મીઠું એક ચમચી તેલનું મોણ નાખી રોટલી કરતાં સહેજ કઠણ લોટ બાંધી દો. આદુ મરચાં ક્રશ કરી લો અને ડુંગળીની ઝીણી સમારી લો.
  3. ત્યારે પછી એક વાસણમાં એક ટીસ્પૂન તેલ લો વઘાર આવે એટલે તેમાં હિંગ, જીરું ,આદુ-મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં બાફેલા બટાકા ઉમેરવા અને તેમાં જરૂર મુજબ મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને કોથમીર ઉમેરી ચટપટો મસાલો તૈયાર કરો. સ્વાદિષ્ટ પકવાન બનાવવા પરોઢાનો ટેસ્ટી મસાલો તૈયાર છે.
  4. આ મસાલાને સમાન ભાગમાં વેચી ગોળા આકાર બનાવો. બાંધેલા લોટને સમાન ભાગમાં લઈને તેના લૂઆ બનાવો.
  5. નાની રોટલી વણી તેમાં મસાલો ભરી વાળીને ફરીથી વણવું. પરોઢા વણવા માટે અટામણ નો ઉપયોગ કરો. ધાબા ઉપર તેલ મૂકીને પરોઢાને શેકવા.
📋 FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
પરોઠા તૈયાર કરવા માટે કેટલો વેળો લાગી શકે?

કુલ લોટ રાખવાથી લઈ પકાવા સુધી આશરે 40-45 મિનિટ લાગે છે.

બટાટા હોય તો અન્ય શું આવે બરાબર?

તમે બટાટાની જગ્યાએ શાકભાજી કે મસાલા પણ ઉપયોગ કરી શકો છો.

Nutritional Info (per piece)

  • Calories: 150 kcal
  • Protein: 4g
  • Fat: 6g
  • Carbohydrates: 20g

What Our Readers Say

Reena M. – “આલુ પરોઠા રેસીપી બહુ સરસ છે! બધાને ખૂબ ગમ્યું.”

Vikram P. – “સૌ કોઈ માટે સરળ અને સ્વાદિષ્ટ, ખાસ કરીને સ્ટેપ-બાય-સ્ટેપ એવી રીતે બનાવી.”

Aarav S. – “મારી રસોઈમાં આ રેસીપી મોટું ઉમેરું છે!”

Scroll to Top