Deluxe Menduvada Recipe
A short medu vada recipe involves soaking and grinding urad dal into a thick, fluffy batter, which is then flavored with spices and deep-fried into a crispy, doughnut shape.
Food Recipe Intro
મેંદુ વડા એ દક્ષિણ ભારતની એક સ્વાદિષ્ટ અને પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળથી તૈયાર થાય છે. જે માત્ર નાસ્તામાં નહીં પરંતુ દરેક જમણવાર ને વિશેષ બનાવી દે છે. અડદની દાળથી બનેલા આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ રહે છે ,જેનું ટેક્સચર જ તેને અલગ બનાવે છે. જ્યારે તાજા વડા નારિયેળ ની ચટણી કે ગરમાગરમ સંભારમાં ડુબાડીને ખાવામાં આવે છે ત્યારે એ સ્વાદ માત્ર જીભ પર નહીં પણ મન પર પણ છાપ મૂકે છે. આ વાનગી માત્ર સ્વાદ માટે નહીં પણ આરોગ્ય માટે પણ લાભદાયક છે. મેંદુ વડાને તળતી વખતે જો તેનું ખીરુ યોગ્ય રીતે ફેટવામાં આવે તો વડા હળવા, ફૂલેલા અને બાહ્ય રીતે વધુ કરકરા બને છે. મેંદુ વડા એ એવી વાનગી છે જે તહેવાર, મહેમાનગતિ અને રોજિંદા નાસ્તામાં સરળતાથી શોભે છે. તે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર ભારત માં લોકપ્રિય વાનગી બની ગઈ છે. અને દરેકની રસોઈમાં તેનું સ્થાન બની ગયું છે. કેમ કે મેંદુવડા ના આરોગ્ય લક્ષી ફાયદા ઘણા છે. આ વાનગી અડદની દાળથી બનતી હોવાથી તે પ્રોટીનથી ભરપૂર છે પ્રોટીન શારીરિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. વડામાં ઉમેરાયેલી હિંગ ,આદુ, મીઠો લીમડો ,મરી જે પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. આ વાનગી તળેલી હોવા છતાં ઉર્જા આપનારા તત્વો ધરાવે છે ,ખાસ કરીને સવારના નાસ્તા માટે યોગ્ય છે. જો યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે આંતરડા માટે પણ લાભદાયક છે. ઘરમાં બનાવેલી આ વાનગી તાજી અને વધુ હેલ્ધી રહે છે. આ વાનગીની ખાસ વિશેષતા એ છે કે...... તેની ખાસ બનાવટ એવી હોય છે કે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે છે. આ વાનગીને નાળિયેરની ચટણી કે સંભાર સાથે પીરસી શકાય છે. દક્ષિણ ભારતીય વાનગી હોવા છતાં આખા ભારતમાં લોકપ્રિય ફાસ્ટ ફૂડ બની ગયું છે. દાળમાં ઓછું પાણી વાપરવામાં આવે તો વડા ખરાબ રીતે નહીં ફેલાય તેનો આકાર જળવાઈ રહે છે. વડાને ફુલાવા માટે શ્રેષ્ઠ અને પાંચ મિનિટ બરાબર હલાવી હીરામાં ઝીણી સમારેલી ડુંગળી આદુ-મરચાની પેસ્ટ ઉમેરી વાનગીને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. "સ્વાદિષ્ટ પકવાન" માં મેંદુ વડા ની રેસીપી...... શીખો કેવી રીતે બનાવાય ક્રિસ્પી અને નરમ વડા દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ વાનગી ગુજરાતી ભાષામાં...
મેંદુ વડા બનાવવા માટે:
મેંદુ વડા બનાવવા માટે વપરાતી સામગ્રી:-
મેંદુ વડા બનાવવાની રીત:-
📋 FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
મેદુ વડા બહારથી કરકરા અને અંદરથી નરમ કેવી રીતે બને?
ઉડદ દાળને 5-6 કલાક ભીની રાખી, ઓછા પાણીથી બરાબર ફેંટો. બેટર હળવું અને હવામાં ભરેલું હોવું જોઈએ. તળતી વખતે મધ્યમ તાપ રાખો.
વડા તૂટે નહીં તે માટે શું કરવું?
બેટર વધારે પાતળું ન થવું જોઈએ. તેમાં થોડું ચોખાનું લોટ ઉમેરવાથી વડા ઠોસ અને તૂટતા નથી.
તળેલા વડાને લાંબો સમય કરકરા રાખવા શું કરવું?
તળ્યા પછી વધારાનું તેલ કાઢવા માટે પેપર ટાઉલ પર મૂકો અને પછી ખુલ્લી જગ્યાએ ઠંડા થવા દો.
Nutritional Info (per 100g approx.)
- Calories: 310 kcal
- Protein: 9g
- Fat: 18g
- Carbohydrates: 28g
- Fiber: 4g

What Our Readers Say
Rekha B. – “Perfect crispiness! These medu vadas turned out golden and delicious.”
Ajay M. – “Loved the texture and flavor. Goes so well with coconut chutney and sambar.”
Chhaya D. – “Easy to make and restaurant-quality taste. My family loved it for breakfast!”