Deluxe palak paneer Recipe
Palak paneer is a classic North Indian dish featuring tender paneer (Indian cottage cheese) cubes in a vibrant, creamy spinach gravy. To prepare it, you first make a smooth purée from blanched spinach. Then, you create a spiced base by sautéing onions, ginger, and garlic, often with tomatoes and other spices. The spinach purée is added to the spiced base and cooked until the raw flavor disappears. Finally, the paneer cubes are gently stirred in along with a finishing touch of cream.
Food Recipe Intro
પાલક પનીર લોકપ્રિય અને પૌષ્ટિક ભારતીય શાકભાજી છે. પંજાબી પાલક પનીર અને સામાન્ય પાલક પનીરમાં તફાવત હોય છે. પંજાબી પાલક પનીરમાં મસાલાનો ઉપયોગ વધુ અને મજબૂત હોય છે જ્યારે સામાન્ય પાલક પનીર માં મસાલા નો ઉપયોગ સામાન્ય હોય છે. પંજાબી પાલક પનીર ની ગ્રેવી ભારે અને મલાઈદાર હોય છે જ્યારે સામાન્ય પાલકની ગ્રેવી ઓછી અથવા ડ્રાય હોય છે. પંજાબી પાલક પનીર નો તડકો તીખો અને મસાલેદાર હોય છે જ્યારે સામાન્ય પાલક પનીર નો તડકો સારો પણ હળવો હોય છે. પંજાબી પાલક પનીરમાં મલાઈ અથવા ક્રીમ નો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે જ્યારે સામાન્ય પાલક પનીરમાં મલાઈ નો ઉપયોગ ઓછો થાય છે. પંજાબી પાલક પનીર નો સ્વાદ ઊંડો તીખો હોય છે જ્યારે સામાન્ય પાલક પનીર નો સ્વાદ નમ્ર અને હળવો હોય છે. આ શાક માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે પણ ઘણા લાભ થાય છે. પાલકની હળવી તીખાશ અને પનીરનો મલાઈદાર સ્વાદ એકસાથે ખૂબ જ સરસ લાગે છે. પાલક પનીર નું શાક ઘરે સરળતાથી બનાવી શકાય તેવું શાક છે. પાલક અને પનીર બંને પોષક તત્વોથી ભરપૂર ભરેલું છે. શુદ્ધ શાકાહારી લોકો માટે યોગ્ય વાનગી છે. પાલક પનીર નું શાક ભાત ,રોટલી ,નાન અથવા પરોઠા સાથે સરસ રીતે જમાય છે. બપોરના ભોજનમાં પાલક પનીર લેશો તો પાચન વધારે સારી રીતે થાય છે. છાશ અથવા દહીં સાથે લેશો તો શાક નું પાચન હળવું થાય છે. જૂનું પનીર ખાવાનું ટાળો હંમેશા તાજુ પનીર ખાવાનું આગ્રહ રાખો. તાજુ પનીર પચવામાં સહેલું અને પોષણયુક્ત હોય છે. બાળકો માટે પાલક ખૂબ હેલ્ધી ખોરાક છે જેથી પાલકને સારી રીતે મિક્સ કરીને બનાવી શકો છો જેથી તેમનામાં પૌષ્ટિકતા ની ઉણપ ન રહે. પાલક પનીર ના આરોગ્ય લક્ષી ઘણા ફાયદા છે. પાલકમાં વધારે માત્રામાં લોહ તત્વ હોય છે જે લોહીની ઉણપ માટે લાભદાયી છે. પનીર દૂધમાંથી બનતું હોવાથી તે ખૂબ જ સારો પ્રોટીનનો સ્ત્રોત છે. પ્રોટીન શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. પનીરમાં રહેલું કેલ્શિયમ હાડકા મજબૂત બનાવે છે. પાલકમાં વિટામીન એ, સી અને ઈ પણ હોય છે જે ચામડી અને દ્રષ્ટિ માટે લાભદાયક છે. પાલકમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદરૂપ થાય છે. પાલક એન્ટિઓક્સિડન્સ થી ભરપૂર હોય છે. પાલક અને પનીરનો યોગ્ય પ્રમાણમાં સેવન હ્રદય માટે સારું છે અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ કરે છે. પાલક વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પાલકમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પાલકમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે રક્ત દબાણ નિયંત્રણમાં રાખે છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે. પાલક પનીરને વિવિધ રીતે તૈયાર કરી શકાય છે જેમ કે ક્રીમી પાલક પનીર, ડ્રાય પાલક પનીર, મેથી પાલક પનીર, પાલક પનીર પરાઠા વગેરે.... પંજાબી પાલક પનીર માં ઘી અને માખણનો ઉપયોગ થાય છે જેને કારણે શાક વધુ મલાઈદાર અને ખુશ્બુદાર બને છે. પંજાબી પાલક પનીરમાં ધાણાજીરું પાવડર ,ગરમ મસાલો ,લાલ મરચું ,હળદર ,બેસન અને કાજુની પેસ્ટ જેવા મસાલાનો સારો ઉપયોગ થાય છે. પાલકને બાફીને તેની પ્યુરી બનાવવામાં આવે છે અને તેમાં ક્રીમ અથવા દૂધ ઉમેરવામાં આવે છે જેથી ગ્રેવી મલાઈદાર બને છે. એક ખાસ તડકામાં લસણ ,જીરું ,લાલ સુકા મરચા અને ઘીનો વઘાર શાક ઉપર નાખવામાં આવે છે જેથી શાકનો સ્વાદ ઘણો વધી જાય છે. "સ્વાદિષ્ટ પકવાન"માં પાલક પનીર ની રેસીપી શેર કરું છું......
પાલક પનીર બનાવવા માટે:-
પાલક પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી:-
પાલક પનીર બનાવવાની રીત:-
📋 FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
પાલક પનીરનો રંગ ચમકદાર લીલો કેવી રીતે રાખવો?
પાલકને ઉકાળ્યા પછી તરત જ ઠંડા પાણીમાં મૂકો (આઇસ બાથ). આ પ્રક્રિયા વગડમાલની લીલી રંગત જાળવી રાખે છે.
પાલકની ચટણી તીખી અથવા કડવી ન બને તે માટે શું કરવું?
પાલક સાથે થોડી મેથી પાંદડી અથવા ધાણા ઉમેરો. લસણ અને ક્રીમનો ઉપયોગ પણ કડવાશ ઘટાડે છે.
પનીર નરમ અને મલાઈદાર કેવી રીતે રહે?
પનીરને ગરમ પાણીમાં 10 મિનિટ માટે ડુબાવી રાખો પછી જ ગ્રેવીમાં ઉમેરો. આથી પનીર નરમ અને મલાયદાર રહેશે.
Nutritional Info (per 100g approx.)
- Calories: 180 kcal
- Protein: 10g
- Fat: 12g
- Carbohydrates: 8g
- Fiber: 3g

What Our Readers Say
Ritu M. – “Rich, creamy, and vibrant! This palak paneer tastes better than restaurants.”
Prakash S. – “Loved the smooth spinach gravy and soft paneer cubes. Perfect with naan!”
Deepa V. – “Healthy, delicious, and so easy to make. My family enjoyed every bite.”